GUJARAT

જામનગરનાં મ્યુ.કમી.કાર્યાલય ખર્ચ રસપ્રદ

JMC કમી.-કાર્યાલય ખર્ચ ગળે ન ઉતરે

ચા-કોફી-ડીઝલ મોંઘા ઉપરથી પસંદગીના ધોરણે ખરીદી…!!

બાકી “સાયબ”નો પર્સનલ ખરચો શું?કંઇ નહી,તેઓ સાદા છે

ખર્ચની મંજુરી તો આસી.કમી.આપે “મોદીસા.”ને કોઇ થોડા પુછે છે ??

જામનગર

જામનગર મ્યુ. કમીશનર કાર્યાલયના ખર્ચા ગળે ન ઉતરે તેવા હોવાનો કોર્પોરેશનમાં સાંભળવા મળે છે. હવે જો અમુક બ્રાંચમાં પણ “રીંગણા લવ બેચાર?….તો ક્યે લો ને દસ બાર….” એમ ચાલતુ હોય તો આ તો કમીશનર કાર્યાલય ત્યાના ખર્ચને તો તરત મંજુર કરવાના હોય ને બીલ થોડા મંગાય છે? પણ આવા કોઇપણ ખર્ચને મંજુરી તો આસીસ્ટન્ટ કમીશનર (ટેક્સ) કાં તો આસી.કમીશનર (વહીવટ) મંજુરી આપતા હોય છે માટે કાર્યાલય ખર્ચ બાબતે કમીશનર અજાણ હોય હા એટલી ખબર તેમને પડે કે ચા કોફી મોટા મોટા મગ માં આવ્યા અને કેટલી વાર આવ્યા,કુંડા નવા આવ્યા,સુશોભન બદલ્યુ,સીક્યોરીટી વધ્યા,ખુરશી નવી આવી, કાચ નવા આવ્યા,પરદા નવા આવ્યા,ફર્નીચર નવું આવ્યુ(ઘરે કે ઓફીસે),કારમા આપણે આટલી જગ્યાએ ગયા વગેરે વગેરે પણ તેનાથી કમીશનર કાર્યાલયના ખર્ચનો કોઇ કમીશનરને અંદાજ ન હોય અને તેમાં માથુ ન મારે હા કોઇ બ્રાંચ માંથી તેમની સાથે ચર્ચા કર્યા વગર કે વિશ્ર્વાસમાં લીધા વગર ખર્ચની ફાઇલ આવે ત્યારે લાં…………..બો લીટો મારી ફાઇલનો ઘા કરે તે વાત અલગ છે (આમ ચર્ચા થાય છે પરંતુ ખરેખર કમીશનર આવુ કરતા નથી) તેનાથી તેમના કાર્યાલયના કે બંગલાના ખર્ચને કોઇ લેવાદેવા નથી આ તો એમ ક્યો કે આ ડી.એન. મોદી સાયબ સાદા છે નહીતર બંગલે ને ઓફીસે દર મહીને પડદા બદલે ફર્નિચર બદલે ઇન્ટીરીયર ડેકપરેશન બદલે વિધવિધ પ્રકારની લાઇટો બદલે જાણે કાયમ રોશની ……..આવુ બધુ ઘણુ હોય પણ મોદી સાયબના ખર્ચમાં આમાનું ઘણું નથી હોતુ તેઓ સાદા છે

હવે પ્રશ્ર્ન એ છે કે કમી. કાર્યાલયના ચા કોફી અને ડીઝલના ખર્ચ એટલા બધા દર્શાવાય છે તે કમીશનરને ખબર હશે? એક શક્યતા છે તેમની પાસે સ્ટેન્ડીંગ કમીટીનો એજન્ડા આવે ત્યારે અભ્યાસ કરે તો ખ્યાલ આવી જાય પણ એટલો સમય હોય? તેમને ? જો સમય હોય તો અમુક બ્રાંચના હાસ્યાસ્પદ ખર્ચ અંગે તેમણે પુછ્યુ જ હોય કાં તો ટકોર પણ કરી હોય ને?પેલુ નથી કે તા? તેજી ને ટકોરો…..એમ.

આ બધી ભાંજગડ ક્યાથી આવી? તો વાત એમ છે કે કોર્પોરેશનમાં દરેક બ્રાંચના દરેક ખર્ચ સ્ટેન્ડીંગ કમીટીને જાણ હોવી જોઇએ તે શીરસ્તો છે માટે દરેક બ્રાંચ દર વખતની (કોર્પોરેશનમાં આમ તો પોણા બે ડઝન બ્રાંચ છે ) કમીટી મીટીંગના એજન્ડામાં લેવડાવવા જે ખર્ચ કમીટીની પાછલી મીટીંગ અને આગામી મીટીંગના વચ્ચેના ગાળા ના જે ખર્ચ ઓલરેડી થઇ ગયા હોય તે બીલ મંજુરી રકમ ખર્ચનો વિષય વગેરે વિગત સાથે જાણ સારૂ રજુ કરે છે હવે અમુક બ્રાંચ સીફતથી એક લાખથી ઓછો ખર્ચ જ દરેક બીલની મોટાભાગે જણાવે છે જરૂર પડ્યે વિષયના બે ભાગ કરી નાંખે અથવા અવરા સવરા એકના બીજામાં બીજાના ત્રીજામાં ખર્ચ એડજેસ્ટ કરી લે છે કેમકે ૧ લાખ કે તેથી વધુ રકમ નો ખર્ચ મંજુરી માટે કમીશનર થ્રુ સ્ટેન્ડીંગ કમીટીમાં જાય અને વળી વિલંબ થાય કે ક્વેરી નીકળે તો ? માટે રૂટીન ખર્ચમાં “સાચવી” લેવાની નીતિ (આ નિતી કહેવાય કે બીજુ કંઇ?એ અલગ મુદો છે) ચાલતી હોય તેમજ અમુક વખતે અમુક બીલ પચાસ હજારે પણ ન પહોંચવા દે કેમકે બ્રાંચ કંટ્રોલીંગની મંજુરી મળી જાય અને ડેપ્યુટી કમીશનર પાસે ફાઇલ ન જાય ,આમ બધુ તંત્ર ચાલતુ રહે છે

હવે મુળ વાત કે કમીશનર કાર્યાલયના ખર્ચ અંગે એક એજન્ડામા જાણ માટે (જે ખર્ચ થઇ ગયો હતો)ના આંકડા જાણીએ તો કમી.કાર્યાલય દ્વારા સ્ટેન્ડીંગ કમીટીનો એકાદ એજન્ડા જેમાં આવો ખર્ચ માત્ર જાણ કરવા બતાવ્યો છે તે જોઇએ તો
કમીશનર કાર્યાલય દ્વારા કમીશનરની કારમાં ડીઝલ ભરાવતા થયેલ ખર્ચ રૂ. ૮૦૦૦, ફરીથી કમીશનરની કારમાં ડીઝલ ભરાવતા થયેલ ખર્ચ રૂ. ૬૪૯૪,પસંદગીના ધોરણ મુજબ ખરીદી કરતા થયેલ ખર્ચ રૂ. ૨૬૬૫,ફરીથી કમીશનરની કારમાં ડીઝલ ભરાવતા થયેલ ખર્ચ રૂ.૧૧૦૫૩,વખતોવખત વહીવટી મીટીંગમાં ચા કોફી મંગાવતા ખર્ચ રૂ. ૩૦૦૦,પસંદગીના ધોરણે જરૂરીયાત મુજબ ખરીદી કરતા ખર્ચ રૂ. ૨૭૬૫,વખતપ વખત વહીવટી મીટીંગમાં ચા કોફી ખર્ચ રૂ. ૩૦૪૦,ફરીથી કમીશનરની કારમાં ડીઝલનો ખર્ચ રૂ. ૪૦૦૦,વળી પાછુ કમીશનરની કારમાં ડીઝલ ના રૂ. ૧૧૮૪૯, સોફ્ટવેર રીન્યુ કરતા ખર્ચ રૂ. ૬૦૫૯ આ ખર્ચ બીલ બન્યા અને આસી.કમી.ટેક્સ અને આસી.કમી. વહીવટ પાસે મંજુરીમાં મુકતા જણાવેલી તારીખો મુજબ ૪૧ દિવસનો ગણી શકાય તેમ છે.

હવે ખર્ચ અંગે છણાવટ કરીએ તો મ્યુ. કમીશનર ને શહેર વિસ્તારમાં બધે જવાનુ હોય છે તેમજ ગાંધીનગર મીટીંગમાં જવાનુ હોય છે માટે ગાડીના ડીઝલના આટલા બીલ જોતા એવુ તારણ નીકળે કે સાયબ ને કે ડ્રાયવરને ઓચીંતુ યાદ આવે કે આપણે ડીઝલ ખર્ચના પૈસા તો આપણે જાતે વાપર્યા પછી કોર્પોરેશનમાંથી પરત લીધા નથી હવે દરેક ડીઝલ ખર્ચના બીલ પણ ન હોય કેમકે સાયબ ઘણી વખત ડીઝલના પૈસા આપતા હોય તો તેઓની પાસે બીલ મંગાય? દર વખતે ડ્રાયવર જ બીલ સાચવીને રાખે તેવુ બને? બને તો બને હો….હા….આ બધુ એ વું છે. માટે સાયબ કે ટ્રાયવર કહે કે હમણા કઇક દસેક દિ પહેલાના તન ચાર હજાર રૂપીયા જેવું કે પંદર દિ પહેલા બે તન વાર મળીને દસ અગીયાર હજાર રૂપીયા જેવુ ને બે ચાર દી પહેલા બે તન હજાર રૂપીયા જેવુ ડીઝલનુ ખર્ચ અંદાજે થ્યુ હતુ તમે(કમીશન કાર્યાલય ક્લાર્ક કે ઇન્ચાર્જ પી.એ. )તમારી રીતે બીલ બનાવી નાંખો ને…..એમ હોય બાકી કોઇ શંકા કરે કે સાયબનું ફેમીલી કાર લઇ જતુ હોય માટે અથવા તે જે તે કારના ડીઝલનું ખર્ચ ભુલથી આ હિસાબમાં આવી ગયુ હોય તેવુ બને……પણ ખરેખર એવુ ન બને સાયબ કેવા સિદ્ધાંતવાદી છે…..દાખલા તરીકે તેઓ તાજેતરમાં રણજીતસાગર ડેમ ભરાયો તે જોવા ગયેલા ત્યારે ફેમીલી ભેગુ હતુ પણ તે સાયબની ઓફીશ્યલ કારમાં ન જ હોય ગેરંટી એ લોકો એમની પર્સનલ કારમાં જ આવ્યા હોય બીજુ તે વખતે એકતરફ જામનગરમાં અનેકના ઘરમાં પાણી ભરાયા હતા અને રણજીતસાગર ડેમ સાઇટ કદાચ નાસ્તા પાણીની જ્યાફત ઉડી હોઇને તે ખર્ચ બીજા ખર્ચમાં એડજેસ્ટ કર્યો હોય એવુ ય ન બને ……તો પછી ડીઝલ ખર્ચ આટલો બધો…..??? હશે કદાચ દર વખતે બીલ નહી લેતા હોય ને બે તન મહીનાના ભેગા બીલ બનાવ્યા હોય તેવુ બની શકે છે. હવે પસંદગીના ધોરણે જરૂરીયાતની વસ્તુ એ શું? શું પડદા લેવાના હોય ને સાયબે કીધુ હોય કે ફલાણા કલર ફલાણી ડીઝાઇનના જ લેજો કેમકે પસંદગી તો સાયબ હોય ઇ જ કરે ……કાં તો ચા કોફી દુધ પીવા મગ લેવાના હોય ને સાયબે કીધુ હોય કે ફલાણા જ લેજો…..વગેરે વગેરે હોય બીજુ એમાં હોય શું ને ક્યાં લાખ બે લાખ વાપરી નાખ્યા છે?? છતા કોર્પોરેશનના અમુક ચબરાકને મોઢે તાળા ક્યાં મારવા?? કેતોતો કેતીતી ચાલુ જ હોય પણ ટુંકમાં સાયબના કાર્યાલયમાં એકપણ રૂપીયાનો ખોટો ખર્ચ ન જ હોય એ પાક્કુ જ છે.

 

__સાયબની ઓફીસ ટનાટન બની_

એક મજાની વાત એ છે કે કમીશનર સાયબની ઓફીસ હવે પહેલા જેવી નથી રહી ટનાટન છે આ વરસમાં જ બનેલી આ અદ્યતન ઓફીસનો લુક કોર્પરેટ ઓફીસ ટાઇપ એટલે કે કોર્પોરેટ ક્ષેત્રમાં કોઇ બોસ કે નેકસ્ટ ટુ બોસ હોય કે કોઇ ડાયરેક્ટરની હોય તેવી આધુનિક ઓફીસ બની છે જામનગર જિલ્લામાં બીજા સનદી અધીકારીઓની ચેમ્બર ઘ…..ણાં સમયથી આધુનિક નથી થઇ પરંતુ મ્યુનિસપલ કમીશનરની ચેમ્બર ટનાટન બની છે અને સ્થાનીક સ્વરાજ્યની સંસ્થામાં તો ખર્ચ માટે ઉચ્ચ કક્ષાના પદ વાળા માટે કોઇ પુછતુ જ નથી અને ખર્ચ કરવાની જરૂર છે કે નહિ એ મહત્વનું નથી સાયબને ગમે કે ન ગમે તેના ઉપર બધો મદાર રહેલો છે માટે જ્યારે આપણે કાર્યલય ખર્ચની વાત કરીએ કે સમીક્ષા કરીએ ત્યારે સાયબની ચેમ્બરમાં ચેર ફર્નીચર ઇન્ટીરીયર પોસ્ટર્સ પરદા વગેરે બધું જ નવુ બન્યુ એટલે હવે એમ લાગે કે ના ચેમ્બર છે હો……આ ચેમ્બર આધુનિક બની તે પાછળ ખર્ચ કેટલો થયો તેમાં પડવાની જરૂર નથી કેમકે જામનગરની જનતાની સુખાકારીની મ્યુ.કમીશનરની જવાબદારી છે તો પ્રથમ પોતાની સુખાકારી નહીં જોવાની? બીજી અમુક પોસ્ટ કરતા એક રીતે મ્યુ. કમી.ને સારૂ કેમકે બંગલો,કાર,ચેમ્બર,મીથયીંગ હોલ,મોબાઇલ લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણ વગેરે માટે અબાધીત ખર્ચ કરવો સહેલો પડે છે જુદા જુદા સ્ટાફ રાખવા પણ સહેલા પડે છે અલબત આ બધું જ જામનગરની જનતા જે કર ભરે છે તેમાંથી જ હોય તે કંઇ યાદ અપાવવા જેવી બાબત નથી. પણ સાયબને ગમે તે સાચુ બસ….!

 

____એક જુની વાત_____

અગાઉ લગભગ દસેક વર્ષ થયા હશે ત્યારની ઉડતી ઉડતી સાંભળેલી એક વાત છે કે જામનગર કલેક્ટર કચેરીના એક એડીશનલ કલેક્ટરે જે ફાઇલ મંજુર કરવાના પાવર્સ નાયબ કલેક્ટરને છે તે ફાઇલ પોતાની પાસે મંગાવી રાખી મુકેલી એટલે કે દબાવી રાખેલી તે વખતે તેમને કંઇક “અપેક્ષા” રાખી હતી તેવી ચર્ચા થતી હતી સાથે તે વખતના પી.એ. (જેમને રીટાયરમેન્ટ પછી કરાર અધારીત નોકરી કરવી છે/હતી પણ કઇ મેળ પડતો નથી કેમકે ક્યે છ કે એક સનદી અધીકારીના નામે આ પી.એ. બીજી કચેરીમાં ફરજમાં હતા ત્યારે “વહીવટ”કર્યો હતો તે નડ્યુ હોય શકે છે તેવુ સાંભળવા મળ્યુ હતુ જે હોય તે )તેમણે પણ “આ” ફાઇલ માં “અપેક્ષા”રાખી હતી તેવા આક્ષેપ થયેલા હતા. તેમ પણ ચર્ચા થઇ હતી આ પ્રકરણ હાઇકોર્ટ સુધી ગયુ હતુ……. આ તો અમસ્તુ એમ કે યાદ આવ્યુ એટલે ……અને બીજુ સાચા માણસો અધીકારીઓ કર્મચારીઓ ઉપર આક્ષેપ થાતા હોય છે ઘણી વખત, શું કામ?? કેમકે તેઓ કડક હોય છે…..માટે આક્ષેપ તો થાય…..તેથી કઇ નહી…..હા પ્રુફ છે? તો જ કહેવાય…..બાકી ખોટા આક્ષેપ કરી કોઇનું મોરલ ન તોડાય હો….?? અને જુની વાતો ખેંચવા બેસો તો એવુ તો ઘણા નું ઘણું નીકળે ……તો શું આક્ષેપોના જ ગુણગાન ગાવા ? હેં? માટે આ આક્ષેપોમાં કંઇજ તથ્ય નથી માત્ર કેતો તો કેતી તી છે અને કોઇને બદનામ કરવાનો ઉદેશ્ય હોય તેવું લાગે છે.

______________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

[email protected]

Back to top button
error: Content is protected !!