તા.૦૪.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod: ઝાલોદ તાલુકાની થાળા લીમડી પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશભાઈ નિનામાને સન્માનિત કરાયા
શિક્ષણક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ બિરસા મુંડા ટ્રસ્ટ દાહોદ દ્વારા શાલ ઓઢાડી, બુકે આપી, શિલ્ડ આપીને થાળા(લીમડી) પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક મુકેશભાઈ નિનામાનું સન્માન કરવા બદલ શાળા પરિવારના તમામ સભ્યો આભાર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરે છે.આવનારા સમયમાં પણ આવી જ સારી કામગીરી કરીશું તેવી ખાત્રી શિક્ષક તરફથી આપવામાં આવી હતી