તા.૦૫.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના યુવાનો દ્વારા નલ સે જલ યોજના ભ્રષ્ટાચાર વિરુદ્ધ હલ્લા બોલ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની મહત્વકાંક્ષી યોજના એટલે નલ સે જલ યોજના હાલ દાહોદ જિલ્લામાં નિષ્ફળ છે
ઝાલોદ તાલુકાના શિક્ષિત યુવા આગેવાન વિક્રમ ડામોરના નેતૃત્વમાં ઝાલોદ તાલુકાના ૧૦૦ યુવાનો દ્વારા આજ રોજ વાસ્મો ઝાલોદ ઓફિસ તથા ઝાલોદ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો.નલ સે જલ યોજનામાં દાહોદ જિલ્લામ ૧૦૦૦ કરોડ નો ભ્રષ્ટાચાર થયો છે સમગ્ર યોજના માત્ર કાગળ ઉપર જણાય આવે છે યુવા આગેવાન વિક્રમ ડામોરે જણાવ્યું કે ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર કામો પૂર્ણ બોલે છે જયારે વાસ્તવિકતા અલગ છે . ખુબ મોટા પાયે ગેરરીતીઓ થઈ છે મજૂર થયેલ કામો પૂર્ણ દર્શાવ્યા છે પણ સ્થળ ઉપર કાઈ છેજ નહી. ઝાલોદ તાલુકામાં લગભગ ૧૧૦ગામોમાં પાણીનો કકળાટ છે તત્કાલિક નિવારણ કરો અન્યથા સમગ્ર ઝાલોદની જનતા સાથે રાખી આંદોલન કરીશું.સામાજિક આગેવાન શિરીષ બામણીયા એ જણાવ્યું કે આ યોજના કોન્ટ્રાક્ટ અને મળતિયાઓ દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.સામાજિક આગેવાન અનિલ ગરાસિયા એ જણાવ્યું કે આવનાર ૧૫ દિવસમાં દરેક ગામમાં યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવામાં આવે અને પ્રત્યેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે. જયેશ સંગાડા એ જણાવ્યું કે ૦૧.૦૫.૨૦૨૫ સુધી સમગ્ર ઝાલોદ તાલુકાના ૧૧૦ ગામોમાં પાણી પહોચાડો અન્યથા ગામે ગામ જન જાગૃતિ મિટીંગો કરી આ મળતિયાઓ ખુલ્લા પાડીશું