
નર્મદા : સલામતી પો.સ્ટે. ની મોટી કાર્યવાહી વનસ્પતિજન્ય લીલા સૂકા ગાંજાના ૧૮.૭૫ લાખનો મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
નો ડ્રગ્સ ઇન નર્મદા કેમ્પેઇન અંતર્ગત નર્મદા જિલ્લામાં નશાકારક ચીઝ વસ્તુઓ સામે પોલીસ કડક કાયાવાહી કરી રહી છે જેમાં એકતાનગર સલામતી પોલીસ મથકને મોટી સફળતા હાથ લાગી છે ઝરવાણીના એક ફળિયામાં ખેતરમાં વાવેલો લીલા ગાંજાનો મોટો જથ્થો ઝડપી લઈ એક આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે
નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ દ્વારા “ NO DRUGS IN NARMADA CAMPAIGN ” અંર્તગત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા રવા સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા એકતાનગર વિભાગ એકતાનગર તથા વી. કે. ગઢવી ઇંચ. પોલીસ ઇન્સ્પેકટર soU સલામતી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિજયભાઇ ગુલાબસિંગને ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે ઝરવાણી ગામના પીપળી ખેતર ફળીયામાં રહેતા ગેલાભાઇ ભંગડાભાઇ તડવીનાઓ પોતાના કબજા ભોગવટાના મકાનમાં સુકો ગાંજો ૫ કિલો કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- તથા ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ વન્સપતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના એક ફુટ થી સાડા સાત ફુટ સુધીના ઉંચાઇના નાના-મોટા છોડ નંગ-૩૫૭ જેનો કુલ વજન ૩૨ કીલો ૫૦૦ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ૧૬,૨૫,૦૦૦/- એમ કુલ માદક પદાર્થ ગાંજો ૩૭ કીલો ૫૦૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૧૮,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા SOU સલામતી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ નો ગુનો રજીસ્ટર કરી ગુજરાત સરકારના NDPS બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અંતંગત કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે



