MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના મહેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

 

 

MORBI મોરબીના મહેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

 

મોરબી શહેરમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાંજ જુગારીઓ મેદાનમાં આવી ગયા છે ત્યારે સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર નાયરા પેટ્રોલપંપ પાછળ ખૂલ્લા પટમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.


મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર નાયરા પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પટ્ટમાં રેઇડ કરી જુગાર રમતા કુલ-૪ આરોપીઓ હિરેનભાઇ અમૃતલાલ વસાયાણી (ઉ.વ.૪૨) રહે. મહેન્દ્રનગર પુજારા દુકાન ની પાછળ મોરબી, જનકભાઇ જાદવજીભાઈ દેલવાડીયા (ઉ.વ.૫૯) રહે. બ્લોક નં.૧૦૪, પહેલો માળ, સેયલ હાઇટસ, ઉમાટાઉનશીપ મોરબી-૨, મનસુખભાઈ અંબારામભાઇ દેત્રોજા (ઉ.વ.૫૮) રહે. મહેન્દ્રનગર ધાયાડી વિસ્તાર મોરબી, સુરેશભાઇ દેવશીભાઇ ઝાલરીયા (ઉ.વ.૫૫) રહે. બ્લોક એ-૭, સાતમા માળે, વિહન વિલા, રવાપર રોડ મોરબીવાળાને રોકડા રૂ.૧૭,૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!