રાજપીપળાના મદ્રેસા ઇસ્લાહુલ મુસ્લેમીન ખાતે ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ
મદ્રેસાના બાળકો ટ્રસ્ટીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું
રાજપીપલા: જુનેદ ખત્રી
આજે સમગ્ર દેશમાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજપીપળા ખાતે મદ્રાસાએ ઇસ્લાહુલ મુસ્લિમિનમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી
રાજપીપળાના મદ્રાસ એ ઇસ્લાહુલ મુસ્લિમીન માં મદ્રેસાના બાળકો ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનોએ ભેગા મળી ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમજ દેશભક્તિના નારા સાથે ઉજવણી કરી હતી
મદ્રેસાના ટ્રસ્ટીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવી મદ્રેસાના વિદ્યાર્થીઓને દેશ ભક્તિ અને દેશ પ્રત્યેની આપણી ફરજો વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત ઇસ્લામ ધર્મમાં કેહવામાં આવ્યું છે કે જે દેશમાં રહો તે દેશ પ્રત્યે પ્રેમ રાખવો એ ઈમાન નો એક ભાગ છે તેમ પણ જણાવ્યું હતું તેમજ સમગ્ર દેશમાં ભાઈચારો, અમન કાયમ રહે તેવી ખાસ દુઆઓ કરાઇ હતી