DEDIAPADANARMADA

ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમઁત્રી હર્ષ સંઘવી ની સભા યોજાય.

ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમઁત્રી હર્ષ સંઘવી ની સભા યોજાય.

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 21/05/2026 – ડેડીયાપાડા – જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપે ચૂંટણી લક્ષી તૈયારી કરી દીધી છે. જેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની આગેવાની માં પિઠા ગ્રાઉન્ડ પર આયોજિત ‘વિકાસ વિકલ્પ સભા’માં વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.

 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પિઠા ગ્રાઉન્ડ પર આયોજિત ‘વિકાસ વિકલ્પ સભા’માં વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો અને વિરોધ પક્ષોના ભ્રામક પ્રચાર તથા વિદેશી ભંડોળથી સાવધ રહેવા લોકોને આહ્વાન કર્યું.હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં નર્મદા જિલ્લો, ખાસ કરીને દેડિયાપાડા વિસ્તાર, પ્રવાસન અને વિકાસની દ્રષ્ટિએ રાજ્યમાં નવી ઊંચાઈઓ સર કરશે. તેમણે કાર્યકરોને ઘરે-ઘરે જઈને સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા અને ૨૬ તારીખે કમળના નિશાન પર મતદાન કરાવવા હાકલ કરી.

આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, પૂર્વ વન મંત્રી ગણપતભાઈ વસાવા, પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, દૂધ ધારા ડેરી અને ધરીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિત જિલ્લા ભાજપના અનેક આગેવાનો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!