PATANSIDHPUR

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે રાહત આપતા સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરાઈ

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે રાહત આપતા સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરાઈ

 

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિ અને બદનક્ષીનો કેસ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સુરત સેશન કોર્ટે કરી હતી. ત્યારબાદ આ સજાને હાઇકોર્ટે પણ યથાવત રાખી હતી. જેથી, સુપ્રીમમાં આ ચુકાદાને પડકારવામાં આવ્યો હતો જ્યાં શુક્રવારે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં રાહુલ ગાંધી ને ફટકારવામાં આવેલી સજા અંગે સુપ્રીમ કોર્ટ સ્ટે આપ્યો છે, જેને લઇ શનિવારે સિદ્ધપુર ટાવર રોડ ખાતે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાનો હેઠળ ફટાકડા ફોડી જીત ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો દ્વારા ઉજવણી માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!