DEDIAPADANARMADA

ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટથી મોટી રાહત, ચૂંટણી પ્રચાર માટે ડેડીયાપાડા પ્રવેશની મંજૂરી

ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટથી મોટી રાહત, ચૂંટણી પ્રચાર માટે ડેડીયાપાડા પ્રવેશની મંજૂરી

તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/04/2026 – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળતાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને ચૂંટણી પ્રચાર અર્થે પોતાના વતન ડેડીયાપાડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ તેમના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા રાજકીય અને સામાજિક સ્તરે અનેક પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ હવે કોર્ટના આદેશ બાદ તેઓ ફરી પોતાના મતવિસ્તારમાં સક્રિય બની શકશે. આ નિર્ણય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં મજબૂત લોકઆધાર ધરાવે છે અને તેમની હાજરી પાર્ટીને ચૂંટણીમાં નવી તાકાત આપી શકે છે.

 

હાઇકોર્ટનો આદેશ મળ્યા બાદ ચૈતર વસાવા ડેડીયાપાડાના પોતાના બોગજ ગામમાં પહોંચ્યા હતા અને ગામના લોકોએ તેમનું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ આ ગામમાંથી પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી અને ગામના તમામ લોકોએ હંમેશા તેમનો ખૂબ જ સાથ આપ્યો અને આ સાથ હજુ પણ બરકરાર છે. ગામના તેમના પરિવારના લોકો તેમના મિત્રો સહિત તમામ લોકો માટે ધારાસભ્ય ચૈતર વસાવાનું આગવાન એક લાગણીસભર પળ હતું અને જેના કારણે લોકોની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રવેશ સાથે જ લોકોએ તેમને પોતાના ખભા પર ઊંચકી દીધા અને ઢોલ નગારા તથા ડીજેના તાલ સાથે લોકોએ નાચી ગાઈને ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કર્યું.

Back to top button
error: Content is protected !!