ચૈતર વસાવા એ સંદીપ શાહ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરાયેલા કામોની તપાસની માગ કરી.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 08/04/2025 – ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વીર એન્ટરપ્રાઇઝ અને લાલા રેફ્રિજરેટર સાથે સંકળાયેલા સંદીપ શાહ, જીતેશ શાહ અને દિવ્યેશ શાહ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરાયેલા કામોની તપાસની માગ કરી છે. તેમના મતે, ટેરાફિલ અને બાયોગેસ સહિતની યોજનાઓમાં 2000થી 2500 કરોડનું કૌભાંડ થયું છે.
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સામે ગંભીર આરોપો મૂક્યા છે.
ચૈતર વસાવાએ જણાવ્યું કે માંડવીના એક જાહેર કાર્યક્રમમાં મંત્રી હળપતિએ સ્વીકાર્યું હતું કે ભાજપ સરકારે આદિવાસી સમાજના હિતમાં કોઈ નિર્ણય લીધો નથી. જોકે, પછીથી મંત્રીએ આ વિડિયો એડિટેડ હોવાનો દાવો કર્યો હતો.
ચૈતર વસાવાએ મંત્રી હળપતિને પડકાર ફેંક્યો છે કે જો વિડિયો એડિટેડ હોય તો સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવે. વધુમાં, તેમણે માંડવી, સોનગઢ, વાદળા, ડાંગ, ભરૂચ અને નર્મદામાં ટ્રાયબલ સબ પ્લાન અંતર્ગત થયેલા કામોની તપાસની માગણી કરી છે.
ચૈતર વસાવાએ વીર એન્ટરપ્રાઇઝ અને લાલા રેફ્રિજરેટર સાથે સંકળાયેલા સંદીપ શાહ, જીતેશ શાહ અને દિવ્યેશ શાહ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરાયેલા કામોની તપાસની માગ કરી છે. તેમના મતે, ટેરાફિલ અને બાયોગેસ સહિતની યોજનાઓમાં 2000થી 2500 કરોડનું કૌભાંડ થયું છે. ધારાસભ્ય વસાવાએ વિધાનસભામાં લાઈવ પ્રસારણ ન થવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે ગુજરાત સરકાર ગુજરાત મોડલની પોલ ખુલી જવાના ડરથી વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરતી નથી.