NANDODNARMADA

નર્મદા : ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતી મુદ્દે ચૈતર વસાવાએ પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી

નર્મદા : ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતી મુદ્દે ચૈતર વસાવાએ પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી

 

દીપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં કાલમ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચૈતર વસાવાના આક્ષેપ

 

વિદ્યાર્થીઓએ ફી ભરી હોવા છતાં પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી: ચૈતર વસાવા

 

શિક્ષણ મંત્રીએ પોતે કહ્યું છે કે આ સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી, તો 20 વર્ષથી આ સંસ્થા કઈ રીતે ચાલે છે?: ચૈતર વસાવા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં ચાલતી ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે ગેરરિતી થઈ હોવાનો મુદ્દો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓ સાથે નર્મદા પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી હતી અને ખાનગી નર્સિંગ કોલેજની ગેરરીતિ મુદ્દે તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરવા આવ્યા હતા કે, અહીંયા દીપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માં કાલમ ફાઉન્ડેશન ચાલે છે, તેમણે ugcની પરમિશન નથી લીધી અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની પણ પરમિશન લીધી નથી તેમ છતાં પણ ૨૦ વર્ષથી તેમની સંસ્થા ચાલે છે. આજે તેમની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા કરી લીધા છે, તમામ વિદ્યાર્થીઓએ ફી આપી દીધી છે, ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કર્ણાટકની કોઈ બેંગ્લોરની કોલેજમાં લઈ જવામાં આવે છે. આજ દિન સુધી વિદ્યાર્થીઓએ કોઈ કોલેજ કે યુનિવર્સિટી જોઈ નથી.

આ વિદ્યાર્થીઓ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં પરીક્ષા આપવા જાય તો રેલવેનો, રહેવા ખાવા પીવાનો ખર્ચો જાતે કરવાનો હોય છે અને ત્યાં જાય છે તો તેમને હોલ ટિકિટ પણ આપવામાં આવતી નથી. તમામ વિદ્યાર્થીઓએ ફી ભરી છે, તેમ છતાં પણ તેમને પરીક્ષા આપવા દેવામાં આવતી નથી. જેના કારણે હવે આ વિદ્યાર્થીઓના ત્રણ ચાર વર્ષ બગડી ગયા છે. હવે વિદ્યાર્થીઓની ડિગ્રી પણ ક્લિયર થઈ નથી અને સર્ટિફિકેટ પણ મળ્યા નથી. સાથે સાથે વધુ ગંભીર બાબતે છે કે આ સંસ્થાની કોલેજમાં અભ્યાસ કરતા એસ.ટી વિદ્યાર્થીઓને કોલેજની ભૂલના કારણે સ્કોલરશીપ પણ મળી નથી. હવે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતા કરી રહ્યા છે કે તેમના ભવિષ્યનું શું થશે? આ મુદ્દા પર અમે આજે જિલ્લા એસપીને કચેરીએ એસપી સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા. જો પાંચ દિવસમાં આ મુદ્દા પર કોઈ નિરાકરણ નહીં આવે તો શનિવારે અમે ફરીથી પાછા અહીંયા આવીશું. આ વિદ્યાર્થીઓને તેમના ડોક્યુમેન્ટ પાછા મળે સ્કોલરશીપ મળે અને જો ત્રણ વર્ષનો જીએનએમ ક્લિયર નથી કરવા માંગતા તો ભરેલી ફી પણ પાછી આપવામાં આવે એવી અમારી માંગણી છે.

અમે આ મુદ્દા પર મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખીને તપાસની માગણી કરી હતી. અને ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે દીપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ ફાઉન્ડેશન બોગસ સંસ્થા છે અને તેને કોઈપણ પ્રકારની સરકારે પરવાનગી આપી નથી. માટે જે પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તેની કોઈ પણ જવાબદારી સરકારની રહેતી નથી. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ મુદ્દા પર કડક કાર્યવાહી કરશે. અમે હજુ પણ કહી રહ્યા છીએ કે આવી ઘણી સંસ્થાઓ છે જેમકે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ છે, અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ છે. આવી ઘણી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં ચાલી રહી છે તો અમારો સવાલ છે કે આવી સંસ્થાઓ પર કોનો હાથ છે? કોની રહેમ નજર હેઠળ આ લોકો છેલ્લા 10-20 વર્ષથી ફ્રોડ કરી રહ્યા છે? માટે અમારી માંગ છે કે પાંચ દિવસમાં કાર્યવાહી કરવામાં આવે અને પાંચ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો 16 તારીખથી અમે જલદ આંદોલન પર ઉતરીશું.

Back to top button
error: Content is protected !!