હરિયાણાના રાજયપાલ બંડારૂ દત્તાત્રેય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
જંગલ સફારી પાર્ક, આરોગ્યવન સહિતના વિવિધ પ્રકલ્પોને પ્રત્યક્ષ નિહાળી પ્રવાસન કેન્દ્ર એકતા નગરની પ્રસંશા કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
હરિયાણાના રાજયપાલ બંડારૂ દત્તાત્રેય દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. રાજયપાલએ પ્રથમ દિવસે સરદાર સાહેબના જીવન કવનને દર્શાવતા લેશર શો નિહાળ્યો હતો. બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રસંશા કરી હતી.