DEDIAPADANARMADA

પ્રેમીને પામવાના વીરહ માં યુવતીએ આંબાના ઝાડ ઉપર લટકી ને જીવન ટુકવ્યુ

પ્રેમીને પામવાના વીરહ માં યુવતીએ આંબાના ઝાડ ઉપર લટકી ને જીવન ટુકવ્યુ .

 

નર્મદા જિલ્લાના માલ ગામે સગીર વયની પ્રેમિકા પ્રેમી ના ઘરે ગઈ પ્રેમીના પરિવારજનોએ યુવતી ના માતા-પિતાને પરત સોંપતા પ્રેમીને પામી ન શકનાર યુવતી એ કરી જીવન ટુકવ્યુ . !!!

 

 

 

 

તાહિર મેમણ : ડેડીયાપાડા – 13/01/2024-નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માલ ગામ ખાતે સગીર વય ની યુવતીએ પોતાના પ્રેમીના વિરહમાં આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

 

સમગ્ર બનાવવાની વાત કરીએ તો ડેડીયાપાડા તાલુકાના માલ ગામના કણબીવેરી ફળિયા ખાતે રહેતી આદિવાસી સમાજની યુવતીએ ગત તારીખ 7 મી જાન્યુઆરીના રોજ નજીકના સીસા ગામ ખાતે રહેતા પોતાના પ્રેમી સાથે પ્રેમના સંબંધો હોય પ્રેમીના ઘરે પોતાની સ્વેચ્છાથી ગઈ હતી, પ્રેમીના ઘરે ગયા બાદ યુવતી પ્રેમી ના ઘરે બે દિવસ સુધી રોકાઇ પરંતુ પ્રેમીના પરિવારજનોને યુવતી આ રીતના તેનાં માતા પિતા નુ ઘર છોડીને આવતા કાઈક અજુગતું લાગ્યું હતું જેથી યુવકની માતા તેના પુત્રની પ્રેમિકાને સાથે લઈને નવમી જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે યુવતીના ગામ ખાતે આવી આવી યુવતીના માતા-પિતાને યુવતી પરત સોંપી દીધેલ હતી.

 

સગીર વયની યુવતી પોતાનાં પ્રેમી ના પ્રેમમાં પાગલ અને ઓળધોત હોય પોતાના માતા પિતાને છોડી પ્રેમીના ઘરે ચાલી નીકળી હતી ત્યારે તેના પ્રેમીના માતા પિતાએ પુન: તેને પોતાના ઘરે મોકલતા યુવતીના મન ઉપર પોતાના પ્રેમી સાથેનો વિરહ સહન ના થતા, યુવતી એ આત્મહત્યા કરવાનો મન બનાવી પ્રેમમાં પાગલ જીવતી એ તેના ઘરના આંગણામાં આવેલ આંબાના ઝાડ ઉપર નાયલોન ની દોરડી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુકવ્યુ . કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!