રાજપીપળા સિવિલ ફરી વિવાદમાં, દર્દી સગા સાથે ડોકટરની માથાકૂટ થતા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે દોડવું પડ્યું..
GMERS મેડિકલ કોલેજ સંલગ્ન રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં મુખ્ય તબીબી અધિકારીઓની બેદરકારી ??
કેટલાક વિભાગના તબીબો મુખ્ય તબીબી અધિકારીઓ ને પણ ગાંઠતા નથી ???? : લોક મુખે ચર્ચા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા ની મોટી રાજપીપળા સિવિલ હોસ્પિટલ વારંવાર બદનામી નો તાઝ પહેરવા ટેવાયેલી હોય એમ એક બાદ એક આ હોસ્પિટલ ની બેદરકારી કે માથાકૂટ સામે આવે છે ત્યારે એક દર્દીના સગા સાથે ડોકટરે અસભ્ય વર્તન કરતા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ઉંડવા ગામના એક યુવાન ને તકલીફ થયા તે તેના દાદા અને માતા સાથે રાજપીપળા સિવિલ માં આવ્યો અને અનેક જગ્યા પર સારવાર કરાવ્યા બાદ ફરક નહિ પડતાં સિવિલ માં દાખલ કરવા મેડિકલ વિભાગ5ના હાજર ડોકટર ને દર્દીના સગા એ કહેતા આ ડોકટર અકળાઈ ગયા બાદ સગા ની ફેંટ પકડી બહાર કાઢી મૂક્યા હોવાની વાત જાણતા ધારાસભ્ય ડોકટર દર્શનાબેન દેશમુખ અને સુરેશભાઈ વસાવા ત્યાં દોડી આવ્યા હતા અને દર્દી ના સગાઓ સાથે વાટાઘાટ બાદ ત્યાં મેડિકલ વિભાગ ના હેડ ડોકટર મેણાત ને બોલાવી આ માથાકૂટ બાબતે ધારાસભ્ય એ વાત કરતા આખરે આ દર્દીને દાખલ કરવામાં આવ્યો અને આ મુદ્દે હું સાચી હકીકત જાણવા સીસીટીવી કેમેરા ચેક કરાવી શું થયું એ જાણવા પ્રયત્ન કરીશ તેમ ડોકટર મેણાત એ ધારાસભ્ય ને જણાવ્યું હતું. દર્દીઓ સાથે અસભ્ય વર્તન કરતા કેટલાક ડોકટરો માટે ડીન સાથે ખાસ મિટિંગ કરવા ધારાસભ્ય એ વાત કરી હતી.
બોક્ષ : જવાબદાર અધિકારી એ હાજર રહેવું જોઈએ : ધારાસભ્ય
અમે આ માથાકૂટ મામલે ધારાસભ્ય ડો. દેશમુખ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વારંવાર કેટલાક ડોકટરો દર્દીઓ સાથે ખરાબ વર્તન કરતા હોવાની ફરિયાદ મને મળે છે અને આજની ઘટના માં તો સિવિલ ના નિવૃત્ત કર્મચારી ના પૌત્ર ને દાખલ કરવા માટે આ માથાકૂટ થઈ એ ખોટી બાબત છે દર્દી ગમે તે હોય ડોકટરે તેને જરૂરી સારવાર આપી જરૂર લાગે તો દાખલ કરવા જોઈએ અને ગમે તેવું વર્તન તો ડોકટર ને ના શોભે.
આવી ઘણી ઘટના સમયે હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ અને અર. એમ. ઓ હાજર નથી મળતા તેવા સવાલ ના જવાબ માં ધારાસભ્ય ડૉ. દેશમુખ એ કહ્યું કે આ ખોટી બાબત છે, ભલે સુપ્રિટેન્ડેન્ટ અહીંયા હાજર ન હોય પરંતુ તેમના હેડ ક્વાટર પર તેમણે હાજર રહેવું જોઈએ.