NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની આકસ્મિક મુલાકાત લીધી

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની આકસ્મિક મુલાકાત લીધી

 

 

રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓનું નીરીક્ષણ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું. ખૂટતી કડીઓ અંગે ગ્રામજનો સાથે સંવાદ કરી જનતાને લગતા પ્રશ્નો સાંભળ્યા અને સંબંધિત લાઇન ડીપાર્ટમેન્ટને તાત્કાલિક હલ કરવા તાકિદ કરી

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 

રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રીના સીધા માર્ગદશન હેઠળ સરકાર દ્વારા વહીવટતંત્રની કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્વિત કરવાના હેતુસર રાજ્યભરમાં તા.૦૬/૦૭/૨૦૨૪ ના રોજ તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા પોતાના જિલ્લામાં આવેલ કોઇપણ એક તાલુકાના ગામની આકસ્મિક મુલાકાત યોજવાનું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત કરવામાં આવ્યું હતું.

 

આ સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની મુલાકાત લીધી હતી અને સરકારના પેરામિટર્સ પ્રમાણે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતળ જમીની હકિકતમાં કાર્યાન્વિત થઇ છે કે કેમ અને થઇ છે તો કેવા પ્રકારની છે. તેની જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું અને સાંજે વિડીયો કોન્ફરન્સના ઓનલાઇન માધ્યમ થકી જોડાઇને જેસલપોર ગામનો ફિડબેક આપ્યો હતો. તેવી જ રીતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે આકસ્મિક મુલાકાત લીધી હતી અને ગામની રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી સુવિધા અને યોજનાકીય લાભો અંગે ગ્રામજનો સાથે વાત કરી

 

આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરએ પ્રારંભમાં પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને બાળકોને મળતી સુવિધા અને ક્લાસરૂમ તથા પાણી, લાઇટ, ટોયલેટ, મધ્યાહન ભોજન અંગે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનામાં વઘારેલી ખિચડી, ચણાનો સ્વાદ માણ્યો હતો અને ગુણવત્તા ચકાચી હતી. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લીધી હતી અને બાળકોનું વજન, ઉંચાઇ તેમજ પોષણ અને સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને જર્જરિત બાલવાડીના રીપેરીંગનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી અને આંગણવાડીમાં સગર્ભા ધાત્રી માતાઓને આપવામાં આવતી સુવિધા અંગે માહિતી મેળવી હતી

 

જિલ્લા કલેક્ટરએ આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો અને મહિલાઓને આરોગ્ય વિષયક સુવિધાનો લાભ મળે છે કે, કેમ અને સરકારી યોજના મહિલાઓને દવાખાનામાં ડીલીવરી – સારવાર અને સહાય આયુષ્યમાન કાર્ડ તથા દવાઓ અને ડૉક્ટરોની હાજરી અંગે પૃચ્છા કરી હતી. તથા બાજુમાં આવેલ પશુ- દવાખાનાની પણ મુલાકાત લઇને તેની સુવિધા અને પશુ સારવારની વિગતો મેળવી હતી. ગ્રામજનો દ્વારા પાણીની જર્જરિત ટાંકી અંગે રજૂઆત કરવા હતી તે માટે લાઇન ડીપાર્ટમેન્ટને આ અંગે જરૂરી કાર્યવાહી કરી ટાંકી સફાઇ તેમજ નલ સે જલ યોજનામાં લોકોને પાણી મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવી તાકિદ કરી હતી અને આ પ્રશ્ન લાઇન ડીપાર્ટમેન્ટે ટાંકીમાં પાણી ચઢાવાને બદલે બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપતા લોકોને ઘરે-ઘરે પીવાનું પાણી મળતું થઇ ગયું હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button