NANDODNARMADA

નર્મદા જિલ્લા RTO કચેરીએ ૮૭૦ ગુના નોંધી રૂ. ૧૯.૨૫ લાખ ઉઘરાવ્યા

નર્મદા જિલ્લા RTO કચેરીએ ૮૭૦ ગુના નોંધી રૂ. ૧૯.૨૫ લાખ ઉઘરાવ્યા

 

સઘન ચેકિંગ થકી એન્ફોર્સમેન્ટને લગતા જુદા જુદા ૮૭૦ ગુનાઓ નોંધીને કુલ રૂ. ૧૯.૨૫ લાખ ઉઘરાવ્યા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી નર્મદા તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, નર્મદા જિલ્લામાં ઓક્ટોબર ૨૦૨૪ ના એન્ફોર્સમેન્ટને લગતા જુદા જુદા ગુનાઓમાં વધુમાં વધુ ચેકિંગ હાથ ધરાઈ હતી. જેમાં ઓવરલોડિંગ, ઓવર ડાઈમેન્સન, કલેંન્ડેનસ્ટાઈન ઓપરેશન, વાઈટ એલ.ઈ.ડી., RUPD/SUPD ચેકિંગ, રોંગ લેન ડ્રાઈવિંગ, રેડિયમ પટ્ટી, અંડર એજ ડ્રાઈવિંગ, થર્ડ પાર્ટી વિમા વગર, બેફામ ઝડપે વાહન ચલાવવું, ગુડ્સ વાહનમાં મુસાફરી, પીયુસી ચેકિંગ, ફીટનેસ વગર વાહન ચલાવવું, હેલમેટ, સીટ બેલ્ટ, ભયજનક રીતે વાહન ચલાવવા સહિતના કુલ ૮૭૦ ગુનાઓ નોંધીને અંદાજિત રૂ. ૧૯.૨૫ લાખની રિકવરી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!