NANDODNARMADA

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની વરણી, આપના હાથમાં જિલ્લા પંચાયતનું સુકાન

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની વરણી, આપના હાથમાં જિલ્લા પંચાયતનું સુકાન

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

આજરોજ નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સમિતિઓના અધ્યક્ષોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જે મુજબ કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે શકુંતલાબેન દેવેન્દ્રભાઈ વસાવા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ ઈશ્વરભાઈ ભીલ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. દયારામભાઈ ભોરૂભાઈ વસાવા, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે પંકજકુમાર મહેન્દ્રભાઈ વસાવા, અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે રમિલાબેન નરોતમભાઈ વસાવા તેમજ મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિઓ સમિતિના અધ્યક્ષ તરીકે શકુંતલાબેન શાંતિભાઈ તડવીની નિમણૂક કરવામાં આવી હતી.

વિવિધ સમિતિઓની નિમણુંક બાદ આદિવાસી સમાજ ની સંસ્કૃતિ મુજબ પૂજા વિધિ કરવામાં આવી.આ તકે મિડીયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે નર્મદા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા સેવા સદનમાં યોજાયેલી સામાન્ય સભામાં કુલ આઠ સમિતિઓના અધ્યક્ષોની વરણી કરવામાં આવી છે. જેમાં કારોબારી, શિક્ષણ, જાહેર બાંધકામ સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે તેમણે આમ આદમી પાર્ટીના રાજ્ય અને જિલ્લા સ્તરના નેતૃત્વનો આભાર વ્યક્ત કરતાં ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. જિલ્લો રાજ્યના અતિપછાત જિલ્લાઓમાં ગણાય છે. અહીં સિંચાઈ માટે પાણીની સમસ્યા, રોડ-રસ્તાની સમસ્યા, કનેક્ટિવિટીની અછત, રોજગારીના પ્રશ્નો, શાળાઓમાં શિક્ષકોની અછત તેમજ આંગણવાડી કેન્દ્રો માટે પૂરતા મકાનો ન હોવા જેવી અનેક સમસ્યાઓ છે. આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા પંચાયત પ્રતિબદ્ધ છે. તેમણે નર્મદા જિલ્લાના નાગરિકોને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે, આજથી જિલ્લા પંચાયતનું સુકાન અમારા હાથમાં આવ્યું છે. તે જ રીતે જિલ્લાના ચાર તાલુકા પંચાયતોમાં પણ અમારા પ્રમુખો કાર્યરત છે. વહીવટી તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાના સહયોગથી નર્મદા જિલ્લાને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયાસ કરીશું. શિક્ષણ, કૃષિ, રોજગારી, આરોગ્ય તેમજ અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં જિલ્લામાં વધુમાં વધુ પ્રગતિ થાય તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સૌના સહયોગથી અસરકારક કામગીરી કરવામાં આવશે અને નર્મદા જિલ્લાને વિકાસનું આગવું સ્થાન અપાવવા માટે સંકલ્પબદ્ધ પ્રયાસો કરવામાં આવશ

Back to top button
error: Content is protected !!