NANDODNARMADA

ભરૂચ-નર્મદા જિલ્લાના કર્મયોગીઓની પીએફ સબંધિત સમસ્યાના નિવારણ હેતુ “નિધિ આપકે નિકટ ૨.૦” કાર્યક્રમ યોજાયો

ભરૂચ-નર્મદા જિલ્લાના કર્મયોગીઓની પીએફ સબંધિત
સમસ્યાના નિવારણ હેતુ “નિધિ આપકે નિકટ ૨.૦” કાર્યક્રમ યોજાયો

રાજપીપલામાં નગરપાલિકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સભ્યો અને નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યાં

રાજપીપલા : જુનેદ ખત્રી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની ભરૂચ રિઝીઓનલ ઓફિસ દ્વારા ભરૂચ-નર્મદા જિલ્લાના નવા ઉમેરાયેલા સભ્યો, નોકરી દાતાઓ તેમજ પેન્શનર્સને પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન યોજનાઓ બાબતે જાણકારી આપવા અને તેને સબંધિત સમસ્યા-ફરિયાદોના નિવારણના ઉમદા આશય સાથે “નિધિ આપકે નિકટ ૨.૦ કાર્યક્રમ”યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમિશ્નર ધનવંત સિંહે જણાવ્યુ કે,“નિધિ આપકે નિકટ ૨.૦”એ ભવિષ્ય નિધિ વિભાગની નવી પહેલ છે. જે હેઠળ બધા જિલ્લાઓમાં સભ્યો, નોકરી દાતાઓ અને પેન્શનરોને જાણકારી આપવામાં આવે છે. તેમજ સ્થાળ પર જ તેઓની ફરિયાદના નિવારણ માટે કેમ્પ યોજવામાં આવશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમના શ્રમ સચિવ આરતી આહુજા દ્વારા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષેત્રિય કાર્યાલય ભરૂચના અધિકાર ક્ષેત્રમાં આવતા ભરૂચ અને નર્મદા જિલ્લાના કર્મચારીઓને “નિધિ આપકે નિકટ ૨.૦” માં આવરી લેવાયા હતા. ભરૂચમાં જી.એન.એફ.સી. ઓડીટોરીયમમાં આયોજિત કાર્યક્રમમાં કુલ-૨૬૨ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં સભ્યોના ફરિયાદોનું નિવારણ, જીવન પ્રમાણપત્ર અપડેટ, ઈ-નોમીનેશન સહિતની કામગીરી કરાવવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા ખાતે “નિધિ આપકે નિકટ ૨.૦” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય કાર્યાલયથી ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમીશ્નરશ્રી અને નિરીક્ષકશ્રી અજીત કુમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કુલ-૧૬૩ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

રાજપીપલા ખાતે આયોજિત કાર્યક્રમમાં ક્ષેત્રીય કમીશ્નર અજીત કુમારે જણાવ્યું કે, જાગૃતિ અને ફરિયાદ નિવારણનો આ કાર્યક્રમ હવેથી દર મહીને આયોજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં લોકો સામાજિક સુરક્ષા યોજનાઓનો મહત્તમ લાભ લઇ શકશે તેમ તેઓએ ઉમેર્યું હતુ. જ્યારે ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમના નોકરી દાતાઓ અને સભ્યોએ આવકાર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!