રાજપીપલા : મોહસીને આઝમ મિશનના ફાઉન્ડર સૈય્યદ હસન અશ્કરી મિયાંએ આપ્યું સૂત્ર “પઢોગે તો આગે બઢોગે”
એમ. એ.એમ પ્રિ સ્કૂલ રાજપીપલા ખાતે “શિક્ષણ અંગે જાગૃતિ” દિવસ તરીકે ઉજવણી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળાની એમ. એ.એમ પ્રિ સ્કૂલ ખાતે ૨૩ જાન્યુઆરીના દિવસને “એજયુકેશન અવેરનેસ ડે” તરીકે ઉજવણી કરાઈ હતી જેમાં ઉપસ્થિત મહેમાનોએ વાલીઓ અને બાળકોને આજના જમાનામાં શિક્ષણ નું કેટલું મહત્વ છે એ સમજાવ્યું હતું મોહસીને આઝમ મિશનના ફાઉન્ડર સૈય્યદ હસન અશ્કરી મિયાંના જન્મ દિવસ ૨૩ જાન્યુઆરી તેમના જન્મ દિવસે સમગ્ર ગુજરાત રાજ્યની તેમજ વિશ્વની મોહસિને આઝમ મિશન ની બ્રંચો દ્વારા એજ્યુકેશન અવરનેસ ડે તરીકે ઉજવણી કરી હતી સૈયદ હસન અશ્કરી મિયાં એ શિક્ષણ ઉપર ભાર મુકતા “પઢોગે તો આગે બઢોગે” સૂત્ર આપ્યું છે જે અંતર્ગત રાજપીપળા ની એમએએમ પ્રિ સ્કૂલ ખાતે એજ્યુકેશન અવેરનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જોકે સૈય્યદ હસન અશ્કરી મિયાંના જન્મ દિવસની એજ્યુકેશન અવેરનેસ ડે તરીકે ઉજવણી કરી સમાજમાં એક ઉત્તમ સંદેશો આપ્યો છે
કાર્યક્રમમાં ઉપસ્થિત મોસીને આઝમ મિશન રાજપીપલા બ્રાન્ચના પ્રમુખ શાહનવાઝ પઠાણ, મુસ્લિમ અગ્રણી સૈયદ સુબ્હાની બાપુ, સૈયદ અશરફી બાપુ તેમજ પત્રકાર ઇકરામ મલેક, પત્રકાર આરીફ કુરેશી અને પત્રકાર જુનેદ ખત્રી દ્વારા ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓ ને આજના જમાનામાં શિક્ષણ નું કેટલું મહત્વ છે તે સમજાવ્યું હતું તેમજ મુસ્લિમ સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે અંગે સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત જ્યારે બાળકો શિક્ષિત હશે તોજ તેઓ પરિવાર, ગામ, રાજ્ય અને દેશને આગળ વધારી શકશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ મુસ્લિમ સમાજમાં મહિલાઓ ના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી સમાજમાં દીકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવે તેની ઉપર ભાર મૂક્યો હતો