
ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાની જૂનાગઢ કચેરી અને વંથલી પ્રાંતશ્રીની ટીમને એક ડ્રાઈવમાં, સાંતલપુરથી બિનવારસુ એવો આશરે ૨૦૦૦ મે. ટન સાદી રેતી ખનીજ જથ્થો મળ્યો હોય તે સીઝ કરવામાં આવ્યો છે. આ જથ્થા માટે કોઈ હક્ક દાવો કરવા માંગતા હોય તો દિન-૧ (એક) માં જૂનાગઢ ભૂસ્તરશાસ્ત્ર કચેરીને લેખિતમાં જાણ કરવી અન્યથા સરકાર દ્વારા તેનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે, તેમ ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાની જૂનાગઢ કચેરીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.




