GUJARATSAGBARA

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય વિજયા સાયાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની મુલાકાત લીધી,

સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતીકનું દર્શન કરાવે છે: વિજયા સાયાણી,

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય વિજયા સાયાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની મુલાકાત લીધી,

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતીકનું દર્શન કરાવે છે: વિજયા સાયાણી,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

ગુજરાતના પ્રવાસે પધારેલા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના સભ્ય વિજયા સાયાણીએ આજરોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લઈ ત્યાંથી નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળાઓ તેમજ સરદાર સરોવર નર્મદા ડેમના વિહંગમ દૃશ્યોનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એકતાનગર ખાતે થયેલા વિવિધ વિકાસકાર્યો અંગે પણ તેમણે જરૂરી માહિતી મેળવી હતી.

 

આ ઉપરાંત વિજયા સાયાણીએ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમની રચના, જળસંગ્રહ ક્ષમતા, પીવાના પાણી તથા સિંચાઈ માટેની ઉપયોગિતા અને નર્મદા યોજનાના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા વિકાસ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે પ્રતિભાવ આપતાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય વિજયા સાયાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે તેમજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાતે આવી વિવિધતામાં એકતાના સંદેશનો અનુભવ કરે છે.

 

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા દ્વારા વિજયા સાયાણીને સ્મૃતિચિહ્ન તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઇડ મિતલ તડવીએ સમગ્ર મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના વિવિધ આકર્ષણો તથા નર્મદા યોજના અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી.

 

(NHRC) વિજયા સાયાણીની આ મુલાકાત દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ સહભાગી થ

યા હતા.

 

Back to top button
error: Content is protected !!