દેવગઢ બારીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ દુધિયા ખાતે “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ”યોજાયો
તા.૩૦.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De:bariya:દેવગઢ બારીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ દુધિયા ખાતે “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ”યોજાયો અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” દરમિયાન મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કરવામાં આવી
જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન તા.૨૯.૦૫.૨૦૨૫ ના રોજ રોજ દુધિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવત અને , જિલ્લા ક્ષય અધિકારી ડો.પહાડીયા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારિયાનામાર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અભિયાન દરમિયાન X-Ray વાન દ્વારા જુદી-જુદી કેટેગરીના કુલ-૧૭૮ લાભાર્થીના X-Ray પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન NCD Screening પણ કરવામાં આવ્યું અને દુધિયા મેડિકલ ઓફિસર ડો. અમિત મછાર દ્વારા લાભાર્થીને ટીબીના રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયા કરતા વધારે સમયથી ખાસી,છાતીમાં દુખાવો ,સાંજના સમયે ઝીણો ઝીણો તાવ, સાંજના સમયે પરસેવો થવો,વજન ઘટવું ,ભૂખ ન લાગવી તેમાં રાખવાની થતી કાળજી અને સમયસર નિદાન કરાવવા માટે સમજાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને STS, STLS, PHC સ્ટાફ, CHO, MPHW, FHW, આશાબેનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.ટીબી નિદાન થાય તો ભારત સરકાર તરફથી દરેક ટીબીના દર્દીને મહીને રૂપિયા.૧૦૦૦ દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણ સહાય માટે દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે