GUJARATNAVSARI

Navsari: બાગાયત ખાતાની નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકાઈ:ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા અનુરોધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં (૧) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના (૨) ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના (૩) પપેયા પાકમાં ફળ ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમની યોજનાઓ નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. આ યોજાનાઓનો લાભ  લેવા ઈચ્છુક ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૪/૦૬/૨૦૨૪ થી તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી અરજી કરી શકશે. તેથી નવસારી જિલ્લાના જે ખેડૂતમિત્રો આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે, સાયબર કાફે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.

આ માટે અરજદારે ૮-અ, ૭ અને ૧૨ ની નકલ, જાતિનો દાખલો (અનુ.જાતિ/અનુ.જન જાતિના કિસ્સામાં), આધારકાર્ડની નકલ, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુક,અરજી કર્યાની કોપી સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ      ગેટ,મોટા બજાર, નવસારી, તા. જિ. નવસારી. પિનકોડ – ૩૯૬ ૪૪૫. ફોન નંબર: (૦૨૬૩૭) ૨૮૧૮૫૮. સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફત જમા કરાવવા નાયબ બાગાયત નિયામકની કચેરી,જિ.નવસારીની અખબાર યાદીમાં જણાવાયું છે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. જેની ખેડૂતો મિત્રોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button