
વિજાપુર ફુદેડા ગામમાં રહી ગયેલા વિસ્તારોમાં રોડ–સ્વચ્છતા સમસ્યાઓ ઉકેલવા ગ્રામજનોની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફુદેડા ગામના વિકાસ ના કામો માં રહી ગયેલા વિસ્તારો માર્ગ અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ નો સત્વરે ઉકેલ લાવવા માટે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કેટલીક શેરી–ગલીઓમાં પેવરબ્લોક કે ઇન્ટરલોકિંગ રોડ ન હોવાથી વરસાદમાં કાદવ–કીચડ અને ઉનાળે ધૂળની સમસ્યા ઊભી થાય છે. વાહનવ્યવહાર મુશ્કેલ બનતા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ આ વિસ્તારોમાં પ્રાથમિકતાથી ઇન્ટરલોકિંગ પેવરબ્લોક રોડ નાખવાની માંગણી કરી છે.




