
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં અનરાધાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની શરૂઆત થઇ ચુકી છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની પુરેપુરી તકેદારી રાખી કામગીરી કરી રહ્યું છે. વાંસદા તાલુકામાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા સરા ગામમાં ગામીત ફળિયામાં તથા ખંભાલિયા ગામના માછીવાડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતુ. વાંસદા તાલુકા તંત્રની સતર્કતાના પરિણામે આ ગામોના ૧૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા.



