GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી: ૩૮.૮૦ લાખના ડિજિટલ અરેસ્ટ ગુનાના આરોપીને નવસારી સાયબર ક્રાઈમ પોલીસની ટીમે બેંગલોરથી ઝડપી પાડ્યો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના એક સિનિયર સિટીઝનને અલગ-અલગ WhatsApp નંબરથી કોલ કરી દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર તથા IPS સુનીલકુમાર ગૌતમ તરીકે ખોટી ઓળખ આપી મની લોન્ડ્રિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આરોપીઓએ એક મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી ફરિયાદી પાસેથી રૂ. ૩,૯૮૦,૦૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી, ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મની ટ્રેલ ફોલો કરી આરોપીની ડિજિટલ ફુટપ્રિન્ટ મેળવી બેંગલોર, કર્ણાટક ખાતેથી આરોપીને સંદેશ યમાદુ મારીગૌડા (ઉ.વ. ૩૮, ધંધો-કન્ટ્રક્શન, રહે. ૧૬૧, સુખી નીલાયા, એસ.એમ.વી., ફર્સ્ટ બ્લોક, ફર્સ્ટ સી.આર.સી., સોનેનાહાલી, બેંગલોર, કર્ણાટક ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


