GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી LCB પોલીસની ટીમે ખારેલ ઓવરબ્રિજ નીચે દારૂ ભરેલી સ્કોડા કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો…

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી એલસીબી પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી ખારેલ ઓવરબ્રિજ નજીકથી દારૂ ભરેલી સ્કોડા કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કી, રમ તથા ટીન બીયરની બોટલો મળી કુલ 1,032 નંગદારૂનો જથ્થો કબજે કર્યો હતો.

એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ચીખલી તરફથી બાતમીવાળી સફેદ રંગની સ્કોડા કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે પોલીસની નાકાબંધી જોઈ કાર હંકારી ગણદેવી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે પીછો કરતાં ગણદેવી સહકારી પેટ્રોલ પંપ નજીક કારનો ચાલક તથા તેની સાથેનો એક શખ્સ કાર રસ્તા પર મૂકીને ભાગવા લાગ્યા હતા. જેમાં કારચાલક આશીફ ઉર્ફે કાલુ ઉર્ફે મોસીન રશીદ શિફાઉ, ઉંમર 28 વર્ષ, રહે. વાપી, ઝડપાઈ ગયો હતો, જ્યારે ક્લીનર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

પોલીસે સ્કોડા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કી, રમ તથા ટીન બીયરની કુલ 1,032 બોટલો કબજે કરી હતી. દારૂના જથ્થાની કિંમત રૂ.2,68,200 હોવાનું તેમજ સફેદ રંગની સ્કોડા કારની કિંમત રૂ.2 લાખ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4,68,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીઓ સહિત દારૂનો જથ્થો મંગાવનાર, ભરાવનાર તથા પાયલોટિંગ કરનાર શખ્સોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

કાર્યવાહીમાં સીનીયર PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત, ASI લલિતભાઈ અશોકભાઈ, HC લાલસિંહ ભરતસિંહ, PC મનોજકુમાર સમાધાનભાઈ સહિત એલસીબી નવસારી સ્ટાફ જોડાયો હતો.

Back to top button
error: Content is protected !!