GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
Navsari: મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેનનું નવસારી ખાતે અવસાન
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તા.૧ એપ્રિલ: મહાત્મા ગાંધી પરિવારના હરીદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામીબેનના પુત્રી નવસારી જિલ્લાના અલકા સોસાયટીના રહીશ અને સેવાભાવી સંન્નારી ચુસ્ત ગાંધીવાદી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજરોજ અવસાન થયું છે. સદગતની સ્મશાન યાત્રા તેમના પુત્ર ડોક્ટર સમીર પરીઘના નિવાસ્થાનેથી તારીખ ૦૨જી એપ્રિલને સવારે 8:00 કલાકે નીકળી વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે જશે. નોંધનિય છે કે, મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેને પથારીવસ થતાં પહેલાં સમગ્ર જિંદગી મહિલા કલ્યાણ, માનવ કલ્યાણ અને ગાંધી મૂલ્યો માટે વિતાવી હતી.