નવસારી મહાનગરપાલિકા દ્વારા વેરા બાકીદારો સામે કડક પગલાં ૧૫ એપાર્ટમેન્ટોમાં વેરાની ચુકવણી માટે અંતિમ નોટિસ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ–નવસારી
નવસારી તા.૨૨ મેં, નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સુવિધાઓમાં ખલેલ ન આવે તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેમજ નાગરિકોને સુવિધાઓ મળતી રહે તે માટે સમયસર મિલકત વેરાની ભરપાઈ અત્યંત આવશ્યક છે. હાલના સમયમાં, વોર્ડ નં. ૩માં આવેલી ૧૫ વિવિધ એપાર્ટમેન્ટ/કોમ્પ્લેક્સ તરફથી મહાનગરપાલિકા સમક્ષ કુલ રૂ. ૭,૦૯,૨૧૪/- જેટલી બાકીદારી નોંધાઈ છે.
આ બાકીદારોમાં ઓમ ચેમ્બર, મહારાજ અશસન એપાર્ટમેન્ટ-૨, જય સોમનાથ કો.ઓ.હા.સો.લી, ગીરિરાજ એપાર્ટમેન્ટ, સાલિસ કો.ઓ.હા.સો.લી, વર્ષામન એપાર્ટમેન્ટ-૨, ચંદનબાના એપાર્ટમેન્ટ-૨, કિનારા એપાર્ટમેન્ટ-૨ (૧,૨,૩), અક્ષરધામ કો.ઓ.હા.સો.લી, દુલી કોમ્પ્લેક્સ, કુડન-ટ્ કુડન-ટા પ્લાઝા, સુરીય એપાર્ટમેન્ટ-૨ અને પ્રસાદ ચેમ્બર જેવી સ્થાપનાઓનો સમાવેશ થાય છે. આ તમામ મિલકતો માટે બહોળી રકમની ચુકવણી બાકી હોવાથી મહાનગરપાલિકા દ્વારા કડક વહીવટી પગલાં લેવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકા તમામ સંબંધિત મિલકતધારકોને સુચના આપે છે કે તેઓ તરત જ પોતાની બાકી રકમની ચુકવણી કરી આપે. જો આપવામાં આવેલી છેલ્લી મુદત અંતર્ગત ચુકવણી નહીં થાય તો પાણી અને ડ્રેનેજ જેવી જરૂરી નાગરિક સુવિધાઓનું જોડાણ બંધ કરવામાં આવશે. નાગરિકો સહિત તમામ બાકીદારો સમજૂતી દાખવી વધુ વિલંબ વિના વહેલા થકે ચુકવણી કરે તેવી અંતિમ જાણ કરવામાં આવી છે.તે સર્વે વેરા બાકીદારો ખાસ નોંધ લેવી…વેરા વિભાગ નવસારી મહાનગરપાલિકા