નવસારી નગરપાલિકા દ્વારા”ભીંત સૂત્રો અને ભિંતચિત્રો” દોરાવી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ના મંત્ર સાથે નવસારી જિલ્લાના લોકો પણ આ ઝુંબેશમાં હર્ષભેર જોડાઈને ઘરેઘર સ્વચ્છતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે.
આજરોજ નવસારી જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ વેગવાન બનાવવામાં આવ્યું હતું. નવસારી નગર પાલિકા દ્વારા બાગ બગીચાઓમાં બ્યુટી ફિક્શન કામગીરી હાથ ધરી સ્વચ્છતા વિશેના “ભીંત સૂત્રો અને ભિંત ચિત્રો” દોરવામાં આવ્યા હતા. નગરપાલીકા દ્વારા ભીંતસુત્રો જેવી પ્રવૃતિઓ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃતિઓ થકી લોકોમાં સ્વચ્છતાની જરૂરીયાત તથા તેના મહત્વ અંગે જાગૃતિ કેળવવામાં આવી રહી છે.
આ ઉપરાંત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા બાજપાઈ ગાર્ડનમાં વેસ્ટ મટરિયલનો રીયુઝ કરી ‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’ બનાવવાની કામગીરી હાથ ધરી છે જેમાં પ્લાસ્ટીકની વેસ્ટ બોટલો, જૂના ટાયરો અને અન્ય વેસ્ટ ચીજ વસ્તુઓનો કલાત્મક રીતે ઉપયોગ કરી’ વેસ્ટ ટુ બેસ્ટ’ની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃતિમાં લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.