GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક દિવસીય “ ZERO WASTE” તાલીમ કાર્યક્રમ યોજાયો

નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ તાલીમમાં સહભાગી બન્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ તાલીમમાં સહભાગી બન્યાભારત સરકાર દ્રારા શહેરોને કચરા મુકત (GFC) બનાવવાનાં આશયથી શહેરોમાં તમામ સરકારી કાર્યક્રમ, લગ્ન, મેળાવડા, સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક ઉપયોગ ના થાય તેમજ અન્ય જરૂરી વપરાશની તમામ વસ્તુ પુનઃવપરાશમાં લઈ શકાય અને પર્યાવરણને નુકશાન ન પહોંચે એ હેતુથી કેન્દ્ર સરકારની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન – ૨.૦ અંતર્ગત “ ZERO WASTE” અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને નવસારી જિલ્લાના વહીવટી તંત્ર તથા નગરપાલિકાઓના અધિકારીઓને માર્ગદર્શિત કરવા એક દિવસીય “ ZERO WASTE” તાલીમ કાર્યક્રમ  યોજાયો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા  વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
<span;>ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (અર્બેન)ના “ZERO WASTE” અભિયાન હેઠળ નગરપાલિકા વિસ્તારમાં વોટર, સેનિટેશન અને હાઈજેનિક ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તુત કરાયું હતું. તથા ભવિષ્યમાં ઉપરોકત ક્ષેત્રોમાં થનાર કામગીરીના આયોજનની ચર્ચા વિચારણા કરવામાં આવી, જેથી નગરપાલિકા વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સામૂહિક શૌચાલય, તથા ઓ.ડી.એફ. સસ્ટેનેબિલીટી માટે લોકોની માનસિક વર્તણૂંકમાં બદલાવ જેવા વિષયો ઉપર અસરકારક કામગીરી થઈ શકે.

જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ જિલ્લાના અધિકારીશ્રીઓને આવકારી સૌ પરસ્પર સહકાર થકી સ્વચ્છ ભારત મિશન યોજનાના મુખ્ય ઘટક વોટર, સેનિટેશન તથા હાઈજેનિક ક્ષેત્રમાં નવસારી જિલ્લો શ્રેષ્ઠ કામગીરી કરશે એવી આશા વ્યક્ત કરી હતી.આ તાલીમમાં માં પ્રોબેશનલ આઈ.એ.એસ.શ્રી આર.વૈશાલી, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોષી,નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, નવસારી પ્રાંત અધિકારીશ્રી ડૉ.જનમ ઠાકોર, વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ, ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ, નવસારી વિજલપોર નગરપાલિકા ઓફિસર જે.યુ વસાવા, નવસારી જિલ્લાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, બીલીમોરા અને ગણદેવી નગરપાલિકાના ઓફિસરો તથા  સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!