NAVSARI

નવસારી જિલ્લાના કમર્શિયલ/ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ રીન્યુઅલની અરજી બાબત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા નોટીફીકેશન G.S.R. 663 (E), તા. ૧૨/૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવેલ છે જે મુજબ જે આર.ટી.ઓ. / એ.આર.ટી.ઓ. ઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય  ત્યાં  વાહન માલિકોએ કમર્શિયલ / ટ્રાન્સપોર્ટ વાહનો (M.N કેટેગરી સાથે T કેટેગરી અને કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ) ના ફીટનેશ રીન્યુઅલની અરજી ફરજીયાતપણે તા. ૧૨/૦૬/૨૦૨૪ થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહે છે. હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ની માહિતી NIC ના AFMS Portal પર ઉપલબ્ધ છે . જે http://vahan.parivahan.gov.in/AFMS/#/  પરથી મેળવી શકાય છે જેની તમામ વાહન માલિકોએ નોંધ લેવાનું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે .

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button