GANDEVINAVSARI

નવસારી: જાડા ધાન્ય નો ઉપયોગ વધારવા અંગે ગણદેવી અને બીલીમોરા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા અને જિલ્લા મહિલા મોરચા અને ગણદેવી તાલુકા અને શહેર કિસાન મોરચા તેમજ ગણદેવી અને બીલીમોરા મહિલા મોરચા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મીલેટસ્. (જાડા ધાન) જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગણદેવી અને બીલીમોરા ખાતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી આશિષભાઈ દેસાઈ,નવસારી જિલ્લા કિસાન મોરચા પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ તથા જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખો અને મહામંત્રી તેમજ પદાધિકારીઓ અને ગણદેવી અને બીલીમોરા નગરપાલિકાના કિસાન મોરચાના પદાધિકારીઓ અને મહિલા કોર્પોરેટરો તેમજ અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિમાં ગણદેવી ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયો હતો,જેમાં નરેશભાઈ એ જણાવ્યુ હતું કે જાડા ધન જેવા કે બાજરી જુવાર નાગલી નો વપરાશ હાલના સમય મુજબ રોજિંદા વપરાશ માં વાપરવું જોઈએ  અને ઘઉં ઉપર વધારે ધ્યાન ન આપવા મા આવે  અને ઘઉંનો ઉપયોગ ઘટાડી જાડા ધાન્ય નું પ્રમાણ વધારવામાં આવે તો જે રોગો થાય છે તેમાંથી અંશતઃ મુક્તિ મળશે અને શરીરની તંદુરસ્તી જળવાશે સાથે જણાવેલ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  જાડા ધાન્ય પ્રત્યે નો લગાવ શું છે એ વિગતવાર ચર્ચા દરમિયાન જણાવેલ હતું તેના ઉપર આપણે સૌ ભાર મૂકી અને જેમ બને તેમ રોજિંદા વપરાશમાં જાડા ધાન્યનો વપરાશ વધે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને જાડા ધન્ય નો સ્ટોલ મૂકવામાં આવેલ તેની મુલાકાત લીધી હતી અને સ્ટોલ જોઈ નરેશભાઈ પટેલ એ સંચાલકોને અભિનંદન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન નવસારી જિલ્લા પ્રમુખ શ્રી દેવાંશું ભાઈ દેસાઈ અને પ્રદેશ મંત્રીશ્રી આશિષભાઈ દેસાઈ, નવસારી જિલ્લા કિસાન મોરચાના પ્રભારી રાકેશભાઈ દેસાઈ અને વિપુલાબેન મિસ્ત્રી, ઉર્વશીબેન સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતાં નવસારી કિસાન મોરચા ના પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ પ્રદેશમંત્રી આશિષભાઈ દેસાઈ વગેરે બીલીમોરા ખાતે ના એલએમપી ભવનમાં જાડા ધાન્ય ના ઉપયોગથી થતાં ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી રોજબરોજ આપણે બાજરી નાગલી જુવાર નો વપરાશ વધારવો  જોઈએ તેના ઉપર વિશેષ ધ્યાન દોર્યું હતું બીલીમોરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બીલીમોરા શહેર ભાજપ સંગઠન ના મહામંત્રી મનાભાઈ પટેલ એ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સહકાર પૂરો પાડ્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!