CHIKHLINAVSARI

ચીખલી તાલુકાના થાલા ગામેથી બેન્જીન કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું


વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ-ચીખલી

ચીખલી પોલીસને બાતમી મળતા મંગળવારે સવારે સવા ત્રણેક કલાકના અરસામાં નેશનલ હાઈવે નં. 48 ઉપર થાલા ગામે આઈ માતા હોટેલના કંપાઉન્ડ પાર્કિગમાં ટેન્કર અને વાન ને કોર્ડન કરી હતી. છાપો મારતા કેમિકલ ભરેલા ટેન્કર માંથી બેન્જીન પ્રવાહી ચોરી કરનાર એક ઈસમ ને રંગે હાથે ઝડપી પાડયો હતો. અજય જગદીશચંદ્ર ખટીક રહે. 102, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, બગલા દેવ મંદિર પાસે થાલા, તા.ચીખલી જ્યારે ટેન્કર ચાલક ગુડડુ ઉર્ફે રૂપનારાયણ કાશી ઉપાધ્યાય રહે. સુરત અંધારાનો લાભ ઉઠાવી ભાગી નીકળ્યો હતો.
પોલીસે તપાસ કરતા સુરત હજીરા રિલાયન્સ કંપની માંથી રૂ. 22,61,470ની કિંમતનું 23,890 લીટર જ્વલનશીલ બેન્જીન કેમિકલ વહન કરતું ટેન્કર નં. જીજે-06-એવી-1268 કિંમત 12 લાખ મળી આવ્યું હતું. તેમજ નજીક માં બે પ્લાસ્ટિક ના કારબા માં રૂ. 6645ની કિંમતનું 70 લીટર ચોરી કરાયેલું કેમીકલ તેમજ જેને વહન કરવા ઉભેલી મારુતિ વાન કિંમત રૂ. 50 હજાર મળી આવી હતી. પોલીસે રૂ. 35,23,116 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ચોરી કરાયેલું કેમીકલ ચીખલી તાલુકા ના ફડવેલ ગામે ભેરુનાથ નામના શખ્સ ને પહોંચાડવાનું હતું. પોલીસે અજય જગદીશચંદ્ર ખટીકની ધરપકડ કરી હતી. જ્યારે ટેન્કર ચાલક ગુડડુ ઉર્ફે રૂપનારાયણ કાશી ઉપાધ્યાય અને ભેરુનાથને વોન્ટેડ જાહેર કર્યા હતા. ચીખલી PSI કિશન ભોયેની ફરીયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
બોક્સ:૧-ચીખલી પોલીસે થાલા હાઇવે નં. 48 ઉપર આઈ માતા હોટેલના પાર્કિંગ માં બાતમી ના આધારે છાપો માર્યો હતો. જેમાં કેમીકલ ભરેલા ટેન્કર માંથી બેન્જીન પ્રવાહી ચોરી કરતા એક ને રંગેહાથ ઝડપી લીધો હતો. તેમજ ટેન્કર, બેન્જીન પ્રવાહી 23890 લીટર, મારુતિ વાન સહીત રૂ. 35,23,116 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે અંધારા નો લાભ ઉઠાવી ભાગી નીકળેલ ટેન્કર ચાલક સહિત બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Back to top button
error: Content is protected !!