NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા એલસીબી પોલીસની ટીમે દારૂ જથ્થો ભરેલ પિકઅપ સહિત ૭.૭૮ લાખના મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

Navsari: પ્રાપ્ત માહિતી મુજબ નવસારી એલસીબી પોલીસની ટીમે ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કી, વોડકા રમની બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ- ૭૦૮ કિ.રૂ. ૨,૭૩,૩૦૦/-નો પ્રોહી મુદામાલ તથા દારૂ વહન કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા પીકઅપ ગાડી કિં. રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૦૧ કિં.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૭,૭૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૧ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ

સુરત વિભાગ ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ તથા  નવસારી પોલીસવડા સુશિલ અગ્રવાલ નાઓએ નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃતિ અંકુશમાં લેવા માટે વી.જે.જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.નવસારી નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ એ અન્વયે અસરકારક કામગીરી કરવા વી.જે.જાડેજા,પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.નવસારીનાઓએ એલ.સી.બી.સ્ટાફના PSI વાય.જી.ગઢવી, PSI એસ.વી.આહીર, PSI આર.એસ.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફને નવસારી જિલ્લામાં પ્રોહીબીશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃતિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી ઉપરોકત હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સુચના આપેલ. જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્ક આઉટમાં હતા.દરમ્યાન આજ તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ હે.કો.લાલુસિંહ તથા પો.કો દિગ્વિજયસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મોજે. ને.હા.નં-૪૮ મુંબઇથી અમદાવાદ જતી ટ્રેક ઉપર ઉન ગામની સીમમાં હોટલ “ઉદય પેલેસ” ની સામે નાકાબંધી ગોઠવી આરોપી (૧) મહેશ S/O મારૂતિ ભીમસીંગ દાંડેકર,ઉ.વ.૨૪,રહે. ચીપલુંદ- પેડે, ચોપડે સીતાવાડી, પોસ્ટ પેડે, તા.ચીપલુંદ જી.રત્નાગીરી મહારાષ્ટ્ર રાજય, નાઓ મહિન્દ્રા પીકઅપ ટેમ્પો નંબર- MH 46 BU 5650 માં ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કી, વોડકા રમની બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ- ૭૦૮ જેની કિ.રૂ. ૨,૭૩,૩૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઇ જતા પકડી પાડી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપી (૨) દિગ્વિજયસિંહ રામકિષ્ના સિંદે રહે. ચીપલુન, જિ.રત્નાગીરી, મહારાષ્ટ્ર રાજય (પ્રોહી મુદામાલ ભરાવનાર)
(૩) વડોદરા તરસાડી ને.હા.નં-૪૮ ઉપર આવેલ મધુવન હોટલ આગળ સર્વિસ રોડ ઉપર આવી લઇ જનાર અજાણ્યો ઇસમ જેનું નામ સરનામું જણાય આવેલ નથી. (પ્રોહી મુદામાલ મંગાવનાર) <span;>વિરૂધ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી વધુની કાર્યવાહી હાથ ધરી..

Back to top button
error: Content is protected !!