NAVSARINAVSARI CITY / TALUKO

ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા સીસી રોડ, ફોરલેનિંગ અને મજબૂતીકરણની કામગીરી તેજ ગતિએ કાર્યરત

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ખેરગામ-બહેજ-વડપાડા માર્ગ પર સીસી રોડનું કામ શરૂ • સણવલ્લા-કરંજવેરી માર્ગ પર ફોરલેનિંગ અને ડામર પેવિંગ કામગીરી પ્રગતિમાં

નવસારી,૨૫: નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના ચીખલી પેટા વિભાગ હસ્તક વિવિધ માર્ગોના આધુનિકીકરણ અને વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. જિલ્લાના મહત્વપૂર્ણ માર્ગોને વધુ મજબૂત, સુરક્ષિત અને સુવિધાસભર બનાવવા વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ખેરગામ-બહેજ-વડપાડા પાર્ટી રોડના કિ.મી. ૦/૦ થી ૧૧/૮૦ સુધીના માર્ગ પર સીસી રોડ નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂની સપાટી દૂર કરીને નવા ધોરણો મુજબ મજબૂત અને ટકાઉ પાથરણી કરવામાં આવી રહી છે. માર્ગ લાંબા ગાળે ટકાઉ રહે અને વાહનચાલકોને વધુ સલામત મુસાફરી મળી રહે તે માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કામગીરી દરમિયાન ગુણવત્તા જળવાઈ રહે તે માટે સતત તકનીકી દેખરેખ પણ રાખવામાં આવી રહી છે.

તે ઉપરાંત સણવલ્લા-કરંજવેરી રોડના કિ.મી. ૦/૦ થી ૩૮/૪ સુધી વિવિધ વિકાસ કાર્યો હાલ પ્રગતિ હેઠળ છે. ચેઈનેજ કિ.મી. ૧૬/૬ થી ૧૬/૮ સુધી કોંક્રિટ વર્ક ચાલી રહ્યું છે, જ્યારે ચેઈનેજ કિ.મી. ૭/૮ થી ૮/૦ સુધી માર્ગના મજબૂતીકરણ અને પહોળાઈ વધારવા માટે ડામર વર્ક, પેવર અને ટેન્ડમ રોલર દ્વારા ફોરલેનિંગ બીટ્યુમીન રોડ પેવિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.

રાનકુવા અને રૂમલા જેવા વિસ્તારોને જોડતો આ માર્ગ વિસ્તારના લોકો માટે મહત્વપૂર્ણ ગણાય છે. માર્ગોના વિકાસથી વાહનવ્યવહાર વધુ સરળ બનશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી અને વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કામગીરી ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું ચીખલી માર્ગ અને મકાન વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!