NAVSARINAVSARI CITY / TALUKO

જલાલપોરમાં ‘પ્રગતિપથ યાત્રા’નો પ્રારંભ, વિકાસની ગાથા જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી ‘પ્રગતિપથ યાત્રા’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ‘એકતા, વિકાસ અને સમૃદ્ધિની સફર’ થીમ આધારિત આ યાત્રામાં રાજ્યસભાના સાંસદ Govindbhai Dholakia અને જલાલપોરના ધારાસભ્ય R. C. Patel ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

યાત્રા દરમિયાન વન કવચ, બાંબુ રિસર્ચ સેન્ટર, મટવાડ શહીદ સ્મારક, National Salt Satyagraha Memorial તથા આટગામ ખાતે નિર્માણાધીન મેડિકલ કોલેજની મુલાકાત લેવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓએ વિકાસલક્ષી યોજનાઓ, પર્યાવરણ સંરક્ષણ, કૃષિ સંશોધન, સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસ અને આરોગ્ય ક્ષેત્રના આધુનિક માળખા અંગે માહિતી આપી હતી.

‘પ્રગતિપથ યાત્રા’ વિકાસ, રાષ્ટ્રગૌરવ અને જનભાગીદારીના મૂલ્યોને વધુ મજબૂત બનાવતી જનજાગૃતિ અભિયાન તરીકે ઉપસી આવી હતી. યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નાયબ કલેક્ટર શિવરાજ ખુમાણ સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!