ખેરગામ તાલુકાની જ
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ
રસાયણ શાસ્ત્ર ના સમાજ સેવી અધ્યાપક દ્વારા પોતાના વતન શિસ્ત ખેરગામ ની શામળા પ્રા. શાળા, નાધઇ એ પલ્સ ગ્રેડ શાળા, ભૈરવી ની શાળામા પ્રાર્થના, અધ્યાત્મ, સ્વચ્છતા પર વ્યાખ્યાઓ આપી સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રાર્થના,બાળવાર્તા, રામાયણ શ્રવણ પ્રસંગ રજૂ કરી પ્રશ્નોતરી કરી. બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લઇ જવાબો આપ્યા. ડૉ મનોજભાઈ સાથે ગામના સમાજ સેવી હિતેન્દ્ર રાઠોડ, વોઇસ ઓફ આદિવાસીના પત્રકાર ચંપકભાઈ વાત્સલ્ય સમાચારના પત્રકાર દિપકભાઈ હાજર રહ્યા હતા. શાળા ના આચાર્ય, સ્ટાફ મિત્રો એ કાર્યક્મ ને સફળતાં અપાવી. ડૉ મનોજભાઈએ ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ૩૪ લાખ બિસ્કિટ તથા જરૂરીયાત મંત બાળકો માટે ગણવેશ સેવા આપી છે બે હજાર જેટલા કાર્યક્રમો રાજ્ય અને રાજ્ય બહાર પોતાના સ્વખર્ચે કરી રહ્યાં છે.