
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે માતાજીના દર્શન કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે કરી વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આધ્યાત્મિક એકતા અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ પ્રસર્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ઉનાઈ માતા મંદિરને રાજ્યના અગ્રણી ધાર્મિક અને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. યાત્રાળુઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય, સ્થાનિક રોજગારીમાં વધારો થાય અને વિસ્તારના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ ઉનાઈ માતા મંદિર સેવા સમિતિના ટ્રસ્ટીગણ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન સાથે વિસ્તારના વિકાસ માટે પરસ્પર સહકાર અને સંકલનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ઉનાઈ માતા મંદિર સેવા સમિતિના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.


