નવસારી જિલ્લામાં“સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત”અભિયાનમાં આરોગ્ય વિભાગે ૯૭૯૪ લોકોને જાગૃત કર્યા..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો હાથ ધરાયા છે.માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આપેલા આહવાનને અનુસરીને, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યની જનતામાં સ્વસ્થ જીવનશૈલીની અભ્યાસપ્રવૃત્તિ ઊભી કરીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ઉભી કરવી છે.
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો દ્વારા સામાજિક અને વ્યવહાર પરિવર્તન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે કોમ્યુનિટી મીટિંગો, જૂથ ચર્ચાઓ (Group Discussions), વ્યક્તિગત પરામર્શ (IPC – Interpersonal Communication), શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં પ્રેરણાદાયક માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ આઈ.ઈ.સી.પ્રવૃત્તિઓ દ્વારા નવસારી જિલ્લાના અંદાજે ૯,૭૯૩ નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા
આ અભિયાન અંતર્ગત જિલ્લા ના ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં આ અભિગમને સુસંગત રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ આગામી સમયગાળામાં પણ આ અભિયાનને વિસ્તૃતરૂપે અમલમાં મૂકી રાજ્ય સરકારના હેતુને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.