KHERGAMNAVSARI

આછવણીમાં મહારુદ્ર યજ્ઞ,રાજોપચાર અભિષેક, પ્રહરપૂજા કરી મહાશિવરાત્રીની ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

રામેશ્વરમ અને નશીકથી પદયાત્રા કરીને આવેલા ભક્તોનું સ્મૃતિભેટ આપી સન્માન

 

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરી ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી.મહાશિવરાત્રી પર્વે બેદિવસિય પાંચકુંડી મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભૂદેવો અનિલભાઈ જોષી, કશ્યપભાઈ જાની તેમજ ચિંતાનભાઈ જોષીએ વૈદિક મંત્રોચ્ચાર થકી બન્ને દિવસના યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી.

પ્રગટેશ્વર ધામમાં બનાવેલા કુંડમાં પ્રયાગરાજ મહાકુંભ સહિત વિવિધ તીર્થોમાંથી લાવેલા જળને ઉમેરી બનેલા પવિત્ર જળમાં શિવભક્તોએ સ્નાન કરી મહાકુંભનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું.

આ મહાશિવરાત્રી અવસરે સંતશિરોમણી જલારામ બાપાની પુણ્યતિથી પણ આવતી હોય તે નિમિત્તે વીરપુરવાળા ધર્મેશ ત્રિવેદીના જલારામબાપા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ અવસરે શિવભક્તોના સહયોગ થકી વિધવા મહિલાઓને સ્ટીલની થાળી અને ચપ્પલનું વિતરણ કરાયું હતું.રામેશ્વરમ તીર્થમાંથી તેમજ નાશીક ગોદાવરી નદીથી પદયાત્રા કરી કાવડમાં જળ લઈ આવનારા પદયાત્રીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ તેઓને સ્મૃતિભેટ આપી શાલ ઓઢાડી સન્માન કરાયુ હતું.પ્રભુદાદા જણાવ્યું હતું કે મહાશિવરાત્ત્રી ભગવાન શિવનો પર્વ છે, જેથી ભગવાન ખૂબ ખુશ થાય છે અને એક વાર કરેલા કર્મનું અને હજારગણું ફળ આપે છે. ભગવાન શિવની કૃપા છે જેથી તમે અહીં દર્શને આવી શક્યા છો. ભગવાન શિવ ભોળા છે જેની નિઃસ્વાર્થ ભાવે પૂજા કરીએ તો તેઓ અવશ્ય પ્રસન્ન થઈ મનોકામના પૂર્ણ કરે છે.

Back to top button
error: Content is protected !!