વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી ના વિજલપોર માં ઉત્તર ભારતીય સમાજ દ્વારા આયોજીત કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લની 880 મી ભાગવત કથામાં જલાલપોર ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી આર.સી પટેલ સાહેબ મુખ્ય યજમાન પપ્પુભાઈ ઉપાધ્યાય ના નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને પ્રફુલભાઇ શુકલના અનુરોધથી ઉત્તર ભારતીય સમાજના ભવન નિર્માણ અર્થે 5 લાખ રૂપિયા નું માતબર યોગદાન જાહેર કર્યું હતું.આ પ્રંસગે ઉત્તર ભારતીય સમાજ ના પ્રમુખ નહારસીંગ ભદોરિયા , હરિ મોહન તિવારી , અશોક શુક્લ , સુરેશસિંગ , અશોક ત્રિપાઠી , કેશવદેવ પાંડે , નરસિંહભાઈ વી સવાણી , પ્રકાશભાઈ તિવારી ઉપસ્થિત રહી અને પૂ.બાપુ એ આર.સી પટેલ સાહેબ નું સ્વાગત કર્યું હતું.આશીર્વાદ આપતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે આર.સી પટેલ સાહેબ જવામર્દ ધારાસભ્ય છે અને બોલેલું વચન નિભાવે છે જલાલપોર મત વિસ્તારમાં આર.સી પટેલ જબરદસ્ત લોકચાહના ધરાવે છે.આજે કથામાં કૃષ્ણજન્મ ઉત્સવ ની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવ્યો હતો.પપ્પુભાઈ ઉપાધ્યાય અને અલ્કાબેન ઉપાધ્યાય દ્વારા લાલા નું પારણું ઝુલાવામાં આવ્યું હતું.અબીલ ગુલાલ ની છોળો અને “નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા લાલ કી” ના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું.અંતમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો.