NAVSARINAVSARI CITY / TALUKO
Navsari:કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નિર્માણ પામી રહેલ પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમની મુલાકાત સહ નિરીક્ષણ કર્યું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની સવિસ્તૃત માહિતી મેળવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો
કેન્દ્રીય જળ શકિત મંત્રીશ્રી સી.આર.પાટીલે પૂર્ણા નદીના કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમની સ્થળ મુલાકાત કરીને પ્રોજેક્ટની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રી દેવ ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા . નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેકટની કાર્યપાલક ઇજનેરશ્રી એમ સી પટેલે તથા ટેકનીશીયન દ્વારા કામગીરી સંદર્ભ કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટિલ તથા ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા.