
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
ખેરગામ: ખેરગામ તાલુકામાં તાલુકા પંચાયતની 16 તથા જિલ્લા પંચાયતની 2 બેઠકો માટેની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષ મેદાનમાં ઉતરવા તૈયાર દેખાતા ત્રિપાખીયો મુકાબલો સર્જાવાની શક્યતા મજબૂત બની છે. ખેરગામા મલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મનું વિતરણ તથા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ છે. ચૂંટણી જાહેરનામા બાદ સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ દરમિયાન કુલ આશરે 98 જેટલા ફોર્મનો ઉપાડ થયો હોવાનું જાણવા મળ્યું છે, જે ઉમેદવારોમાં વધતા ઉત્સાહને દર્શાવે છે.આગામી દિવસોમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી વધુ ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે તેવી શક્યતા છે. જોકે, હજુ સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. ઉમેદવારી પત્રક સાથે પક્ષનું મંડેટ જરૂરી હોવાને કારણે, ત્રણેય પક્ષોની યાદી જાહેર ન થતા અત્યાર સુધી એકપણ ફોર્મ ભરીને પરત આવ્યું નથી.ચૂંટણી નજીક આવતા ખેરગામમાં રાજકીય ગતિવિધિઓ દિવસેને દિવસે તેજ બની રહી છે અને આવનારા દિવસોમાં વધુ ગરમાવો જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



