
તા.૧૩.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાની મોટી બાંડીબાર તાલુકા પંચાયત પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ લોકમુખે ચર્ચા
હાલમાં જાહેર થયેલ પેટાચૂંટણીમાં લીમખેડા તાલુકાની મોટી બાંડીબાર તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં કોંગ્રેસના યુવા શિક્ષિત ઉમેદવાર લક્ષ્મણસિંહ વડકીયાના સમર્થનમાં કોંગ્રેસ આગેવાન થતા લીમખેડા પાર્ટી પ્રમુખ પાર્વત રાઠવા માજી પ્રમુખ રૂપાભાઈ પટેલ,વિજય ભાઈ ખરાડ, વરસિંગભાઈ ડામોર યુવા આગેવાન વિપુલ ભાઈ ડામોર સિંગવડ તાલુકા કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલા, જયેશ સંગાડા સહિત અન્ય કાર્યકરો દ્વારા બાંડીબાર બજારમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. બજાર વિસ્તારમાંથી જનતાનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે એવુ લોકમુખે ચર્ચા જોવા મળી…





