
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં મતદારોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર તાલુકામાં કુલ સરેરાશ 72.55 ટકા મતદાન નોંધાયું છે, જે લોકશાહી પ્રત્યે વધતી જાગૃતિનો સકારાત્મક સંકેત છે.આ ચૂંટણીમાં ખાસ વાત એ રહી કે મહિલા મતદારો પુરુષોની સરખામણીએ આગળ રહ્યા. મહિલાઓએ લોકશાહી પર્વમાં વધુ સક્રિય ભાગ લઈ પોતાની જાગૃતિ અને જવાબદારીનો પરિચય આપ્યો છે. સૌથી વધુ મતદાન ધરાવતી બેઠકો: ચોંઢા બેઠકમાં સૌથી વધુ 84.77% મતદાન નોંધાયું જ્યારે ખાંભલા બેઠકમાં 84.57% મતદાન વાંગણ બેઠકમાં 83.23% મતદાન જેટલો માતબર મતદાન નોંધાયો છે. આ બેઠકોમાં મતદારોનો ભારે ઉત્સાહ અને સક્રિયતા સ્પષ્ટ જોવા મળી વાંસદા તાલુકામાં સૌથી ઓછું મતદાન ધરાવતી બેઠકોમાં વાંસદા 1 મા માત્ર 59.19 જ્યારે ચાપલધારા બેઠકમાં માત્ર 59.82% મતદાન નોંધાયો છે. કેટલીક બેઠકોમાં મતદાન ટકાવારી ઓછી રહેતા તંત્ર અને રાજકીય પક્ષો માટે વિચારવાનું કારણ બન્યું છે. તાલુકાની મોટાભાગની બેઠકોમાં 65% થી 80% વચ્ચે મતદાન નોંધાતા લોકશાહી પ્રત્યે લોકોનો વિશ્વાસ અને ભાગીદારી સ્પષ્ટ દેખાઈ રહી છે. વાંસદા તાલુકામાં મહિલાઓનું વધતું મતદાન માત્ર આંકડાઓ નહીં, પણ સામાજિક પરિવર્તનનો સંકેત છે. ગામડાંથી લઈને શહેર સુધી મહિલાઓ લોકશાહી પ્રક્રિયામાં આગળ આવી રહી છે, જે ભવિષ્યમાં વધુ સશક્ત શાસન માટે શુભ સંકેત માનવામાં આવે છે. કુલ મળીને વાંસદા તાલુકાની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ, ખાસ કરીને મહિલાઓની સક્રિયતા, લોકશાહી માટે પ્રેરણાદાયી બની છે. જ્યારે સહુની નજર પરિણામો પર ટકી છે.



