GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ગુજરાતી શાળા પાસે પાડોશીઓ ઝઘડતા સમાધાનમા વચ્ચે પડનારને કપાળે ઈટ મારતા ઈજાગ્રસ્ત
તારીખ ૦૨/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ગુજરાતી શાળા પાસે રહેતા જહીરભાઈ ફાજલુભાઈ બેલીમ દ્વારા કરવામાં આવેલ ફરીયાદ મુજબ તેઓના પાડોશી ફિરદોસ પઠાણ અને જાકીર શેખ બોલાચાલી અને ઝગડો તકરાર કરતા હોય તેઓ સમાધાન માટે ગયેલ તે સમયે માજીત હનીફ પઠાણે ગાળો બોલી તુ કેમ અમારા ઝગડામાં વચ્ચે આવે છે તેમ કહી હાથમાંની ઈંટ કપાળના ભાગે મારી દેતા લોહી લુહાણ થઈ ગયા હતા જેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં કપાળના ભાગે ટાંકા આવ્યા હતા જેઓએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.