વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
હાલમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભની રમતો ચાલી રહી છે.જેમાં જિલ્લા કક્ષાની રમતમાં વ્યસ્ક રમતવીરો માટે યોજાયેલ ખેલમહાકુંભના બેડમિન્ટન સ્પર્ધામાં આહવાનાં નેરકર મામાએ ઇતિહાસ રચ્યો છે.તેઓ સતત 12મી વખત જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બન્યા છે.ડાંગ જિલ્લાની જિલ્લા કક્ષાએ યોજાયેલ બેટમીન્ટન સ્પર્ધામાં 78 વર્ષીય નેરકર મામાએ ઇતિહાસ રચ્યો છે.તેઓ સતત 12મી વખત ચેમ્પિયન બન્યા છે. સેમી ફાઇનલમાં તેમની સામે ખેલાડી તરીકે શાંતારામ રમ્યા હતાં. જેઓને બીજો નંબર પ્રાપ્ત થયો હતો. વિજેતા નેરકર મામા હવે રાજ્ય કક્ષાએ ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર (દિવ્યાંગ) બેટમીન્ટન રમતમાં તેઓ પસંદગી પામશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ત્યારે ડાંગ જિલ્લા બેટમીન્ટન ક્લબ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..