BHUJGUJARATKUTCH

ભુજ આર.ટી.ઓ ખાતે ૨-વ્હીલરના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-12- HKનું ઓક્શન કરાશે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૮ જૂન : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ– કચ્છ દ્વારા ૨-વ્હીલરની નવી સિરિઝ GJ-12-HK માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો સહિત તમામ નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૨૬/૦૬/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૮/૦૬/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૨૮/૦૬/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૩૦/૦૬/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી થશે.સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ. ૮૦૦૦ રહેશે. રજત-સિલ્વર નંબર માટે ફીના રૂ.૩૫૦૦ રહેશે. આ નંબરો સિવાયના અન્ય નંબરો માટેનો ફીનો દર રૂ. ૨૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન https://parivahan.gov.in/fancy પર કરાવીને પસંદગીના નંબર મેળવી શકશે, તેમ ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!