સહકારીતાના ક્ષેત્રમાં અમૂલ ડેરીએ ક્રાંતી કરી છે તેવી એક પણ ક્રાંતી વિશ્વની એક પણ ડેરીએ કરી નથી
સહકારીતાના ક્ષેત્રમાં અમૂલ ડેરીએ ક્રાંતી કરી છે તેવી એક પણ ક્રાંતી વિશ્વની એક પણ ડેરીએ કરી નથી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/05/2025 – સહકાર ભારતી: દૂધ ડેરીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન આણંદ સ્થિત એન.ડી ડી.બી ખાતે યોજાઈ ગયો.
અમૂલ ડેરીની સહકારીતા ક્ષેત્રમાં જે ક્રાંતી કરી છે તે વિશ્વની અન્ય કોઈ ડેરીએ કરી નથી તેમ મંત્રીએ ગર્વભેર જણાવતા કહ્યું કે, રાજ્યમાં ૧૮ જેટલા દૂધ સંધ, ૧૮૬૦૦ જેટલી દૂધ મંડળીઓ તથા ૩૬ લાખ જેટલા પશુપાલકો, ૭૭ હજાર જેટલી મહિલાઓ અમુલ ડેરી સાથે સંકળાયેલ છે.વધુમાં તેમણે ઉમેરતાંકહ્યું કે અમૂલનું વાર્ષિક ટર્ન ઓવર જે પણ થાય તે ગામડામાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ લોકોના જીવનધોરણને ઉંચો લાવવામાં ખૂબ જ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. આમ, અમૂલ એ સહકારીતાનો ઉત્તમ દષ્ટાંત પુરૂ પાડ્યું છે, તેમ મંત્રીશ્રી જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા અગ્રણી સંજયભાઈ ,ધારાસભ્ય યોગેશ પટેલ,કમલેશ પટેલ, સહકાર ભારતી સંસ્થાના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોમાંથી કૃષિ તથા પશુપાલન સાથે સંકળાયેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા.